Narendra Modi's North-East Tour
ત્રિપુરા,નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચુંટણીના પરીણામો આજે જાહેર થશે. ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. તેને સાચવવા માટે પાર્ટીએ કોઈ કસર છોડી નથી. મેઘાલયમાં ચુંટણી પહેલા ભાજપે તેને સત્તામાં લાવનાર નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સાથે લગભગ સંબંધ તોડી નાખ્યા. પાર્ટીએ મેઘાલયની તમામ 60 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે 2018માં માત્ર 2 બેઠકો હતી. વડાપ્રધાન 2017થી અત્યાર સુધીમાં 47 વખત ઉત્તર-પૂર્વેની મુલાકાત લઈ ચૂક્યા છે.
ચૂંટણી પહેલા તેમણે ત્રિપુરા, નાગાલેંડ અને મેઘાલયમાં 3 મોટી રેલીઓ કરી હતી. દર 15 દિવસે એક બીજા કેન્દ્રીય મંત્રી ચોક્કસ પણે ઉત્તર-પૂર્વના 8 રાજ્યોમાં પહોંચે. કેન્દ્ર સરકારે 2024-25 નું ઉત્તર-પૂર્વ માટે 5890 કરોડનું બજેટ દર્શાવ્યું છે. જે 2022-23 કરતાં 113% વધુ છે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભાજપે ચૂંટણી જીતવા ખૂબજ મહેનત કરી છે. ફેબ્રુઆરી મહિનામાં જ વડાપ્રધાને આ રાજ્યોની ત્રણ વખત મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ અહી મુલાકાત લઈ રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં 2003 માં અપવાદ ને બાદ કરતાં, 2016 સુધી ભાજપ ઉત્તર-પૂર્વના કોઈ પણ રાજ્યમાં સત્તામાં નહોતું. ગેગોંગ અપાંગ 2003માં થોડા મહિના માટે ભાજપમાં જોડાયા હતા. ત્યારે તેઓ અરુણાચલના સીએમ હતા.
તેનાથી વિપરીત આજે અહીંયા 8 માંથી 6 રાજ્યમાં ભાજપ આજે સત્તા પર છે. આસામ, ત્રિપુરા, અરુણાચલ અને મણિપુરમાં ભાજપના મુખ્યમંત્રી છે. નાગાલેંડ અને મેઘાલયમાં ભાજપ શાસક ગઠબંધનનો ભાગ છે. મિઝોરમ અને સિક્કિમમાં તણાવ છે, પરંતુ આ બે રાજ્યોમાં સરકાર ચલાવી રહેલા પક્ષો ભાજપ ના નેતૃત્વ હેઠળના નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ( NEDA)નો ભાગ છે.
છેલ્લી બે લોકસભા ચુંટણીના પરિણામો પણ દર્શાવે છે કે ભાજપે પૂર્વોતરમાં કેન્દ્રીય રાજકીય દળ તરીકે કોંગ્રેસનું સ્થાન લીધું છે. 2014માં બીજેપીએ નોર્થ ઈસ્ટમાં 32% સીટો જીતી હતી. 2019માં આ આંકડો વધીને 56% થયો.
No comments:
Post a Comment