Holi fills life with colors of happiness
હોળી એ વસંતઋતુનો સૌથી વધુ રાહ જોવાતો અને આનંદદાયક તહેવાર પૈકીનો એક છે જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. તેને રંગો નો તહેવાર પણ કહેવાય છે. હોળીના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી છે. પર્યાવરણનું જતન થાય અને દરેક વ્યક્તિ સવસ્થ જીવન જીવે તે જરૂરી છે. લાકડાના ઉપયોગથી ઘણા વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જે પ્રયાવર્ણની સમસ્યામાં વધારો કરે છે ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ઘણી સોસાયટીમાં માત્ર છાણાંથી જ (વૈદિક) હોળી પ્રગટાવીને પર્યાવરણના સરંક્ષણ અને હિન્દુ સંસ્કૃતિની પરંપરાનો અનોખો સંદેશ આપી રહી છે.
આ વર્ષે હોળી 8 માર્ચ 2023 ના રોજ ઉજવવામાં આવશે. દેશભરમાં લોકો દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે રંગોનો તહેવાર ઉજવે છે. આ તહેવારને ડોલ પૂર્ણિમા, રંગવાલી હોળી, ધૂળેટી, ધૂલંડી, ફાગવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 2023નું શુભ મુહૂર્ત 2 કલાક અને 27 મિનિટનું માનવામાં આવશે, મંગળવાર, 7 માર્ચ 2023 ના રોજ 6:24 થી 8:52 સુધી ધાર્મિક વિધિ કરી શકાસે.
દેશના વિવિધ રાજ્યોમાં હોળી અલગ અલગ નામ થી અને શૈલી થી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હોળીને “રંગપંચમી” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવશે લોકો રંગ સાથે રમે છે, અને ઢોલના તાલે ગાય છે અને નૃત્ય કરે છે. પરંપરાગત મીઠાઇઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ પર મિજબાની કરે છે.રાજ્યના કેટલાક ભાગોમાં, શેરીઓમાં ગાવાની અને સંગીતના સાધનો વગાડવાની એક અનોખી પરંપરા પણ જોવા માળે છે. ઉત્તરપ્રદેશમાં હોળી ને લઠમાર હોળી અને મિલન હોળીના નામ થી પણ ઉજવવા માં આવે છે. ઉત્તર ભાગમાં હોળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવા માં આવે છે. લઠમાર હોળી (લકડીઓની હોળી) બરસાના અને નંદગાવના જોડિયા નગરોમાં ઉજવવામાં આવે છે, જે અનુક્રમે રાધા અને કૃષ્ણના નગરો તરીકે પણ ઓળખાય છે.
દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણ જે નાંદગાંવના રહેવાસી હતા અને વૃષભાનુના જમાઈ ગણાતા હતા તેઓ રાધા અને તેની શખીઓ સાથે હોળી રમવા બરસાના પ્રવેશ્યા, ત્યારે રાધા અને તેની શખીઓ દ્વારા લાકડીઓ અને રંગો વડે રમતિયાળ સ્વાગત કરવામાં આવ્યું. આ જ વલણને અનુસરીને દર વર્ષે હોળીના અવસરે, નંદગાંવના પુરુષો જેમને બરસાના જમાઈ તરીકે ગણવામાં આવે છે તેઓ બરસાનાની મુલાકાત લે છે અને સ્ત્રીઓ દ્વારા રંગો અને લાકડીઓ વડે તેમનું સ્વાગત કરવામાં આવે છે. બંને પક્ષો, નંદગાવના પુરુશો અને બરસાનાની મહિલાઓ દ્વારા ઉત્સવને સંપૂર્ણ રમુજ ઘડવામાં આવે છે.
No comments:
Post a Comment