બાદશાહ ના ચાહકો માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. શાહરુખખાનની પત્ની ગૌરીખાન સામે લખનઉમાં FIR દાખલ કરવામાં આવી છે. શાહરુખખાનની પત્ની ગૌરીખાન એક મોટી મુસીબત માં ફસાઈ ગઈ છે. ગૌરીખાન સહિત 3 લોકો સામે લખનઉમાં FIR દાખલ કરવામાં આવી છે. ગૌરીખાન પર આ કેસ આઇપીસી ધારા 409 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના શું છે? આવો જાણીએ, ગૌરીખાન તુલસીઆની બિલ્ડર્સની બ્રાન્ડ એમ્બેસેડર છે.મુંબઈ ના રહેવાસી કિરીટ જસવંતશાહ નામ ના એક વ્યક્તિ એ આ પ્રોજેક્ટ નો લખનઉમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. વ્યક્તિ દાવો કરે છે કે અત્યાર સુધી 86 લાખ રૂપિયા આપવા છતા તેને ફ્લેટ નથી મળ્યો. ગૌરીખાન પર પૈસા પડાવી લેવાનો આરોપ લગાડતા લખનઉના પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ફરિયાદમાં વ્યક્તિ એ દાવો કર્યો છે કે સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં સ્થિત ફ્લેટ કોઈ અન્ય વ્યક્તિને આપી દેવામાં આવ્યો છે. ફરિયાદકર્તા એ ગૌરીખાન સહિત તુલસીઆની કન્શટ્રકશન અને ડેવલોપમેન્ટ લિમિટેડના CMD અનિલ કુમાર તુલસીઆની અને મહેશ તુલસીઆની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તા કહ્યું કે તેને ગૌરીખાન થી પ્રભાવિત થઈ ને ફ્લેટ ખરીદ્યો હતો, ગૌરીખાન તુલસીઆની કન્શટ્રકશન અને ડેવલોપમેન્ટ લિમિટેડની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી અને ત્યારે તેનું પ્રમોશન કરતી હતી અને તેના દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે લખનઉના ગોલ્ફ સિટી સેકટર 1 માં ફ્લેટ બનાવવામાં આવે છે. જેના થી પ્રભાવિત થઈ ને ફરિયાદકર્તા તરત જ ફ્લેટ ખરીદવા પહોંચ્યો ત્યાં તુલસીઆની કન્શટ્રકશન ના cmd એ ફ્લેટ ની કિમંત 86 લાખ રૂપિયા કીધી અને કહ્યું કે 2016 સુધી ફ્લેટ મળી જસે પરંતુ પૈસા ચુકવ્યા છતાં ફ્લેટ ન મળ્યો. તમને જણાવી દઈએ કે ગૌરીખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર રહી છે માટે તેમનું FIRમાં નામ સામેલ છે. ગૌરીખાનને આ બાબતે કોઈ જાણકારી નથી. ત્યાં શાહરુખખાન તેની ફિલ્મ પઠાણ ના કારણે ચર્ચામાં છે જ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડયા છે. ત્યારે ગૌરીખાનની વાત કરીએ તો તેમના તરફ થી હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો.
No comments:
Post a Comment