Sunday, April 16, 2023

assignment cbcs


નામ     : અંકિતા વાડોલિયા 
વિષય  : પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન સત્ર 2
ટોપિક  : પ્રવર્તમાન જીવન શૈલી અને ગાંધી વિચાર  
નંબર   : 12205201 


જીવન શૈલી અને આધુનિકતાની ગાંધીની આલોચના 


બજારમુક્તિની દિશામાં

ઘણી વાર એવું બને છે કે ભારે શકવર્તી પરિવર્તનનાં પ્રારંભિક લક્ષણો આપણા રોજબરોજના વહેવાર-વર્તનમાં આવતા નાના ફેરફાર રૂપે જ દેખા દે છે. તેથી શરૂ-શરૂમાં તે ઝટ ધ્યાનમાં પણ આવતો નથી. આવા એક ભારે દૂરગામી પરિવર્તન તરફ ટોફલરે આપણું ધ્યાન દોર્યું છે. તેનાં પ્રારંભિક લક્ષણો છેલ્લા એકાદ દાયકાથી જોવા મળે છે.

આજે ઘણી બાબતમાં સ્વાવલંબન તરફનો ઝોક વધતો જાય છે. તમે જાતે જ તમારા દાક્તર બનો, તમારું બ્લડપ્રેશર માપી લો, સગર્ભાવસ્થા અંગેની તપાસ જાતે કરી લી - આવી આવી જાહેરાતો વધતી જાય છે. આ એક આવી રહેલા ભારે મોટા શકવર્તી પરિવર્તનનાં લક્ષણ છે.

પહેલા મોજા દરમ્યાન મોટા ભાગના લોકો પોતાને જોઈતી ઘણીખરી ચીજવસ્તુ જાતે જ ઉત્પન્ન કરી લેતા. તેઓ ન તો નર્યા ઉત્પાદક હતા, ન નર્યા ઉપભોક્તા. તેઓ ઉત્પાદક પણ હતા અને ઉપભોક્તા પણ, ટોફલરે બંને અંગ્રેજી શબ્દોને જોડીને નવો શબ્દ બનાવ્યો છે Prosumers. આપણે તેને “ ઉત્પાભોક્તા “ કહી શકીએ.

બીજા. મૌજા. દરમ્યાન ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઉત્પાદન અને ઉપભોગ એ બંને પ્રક્રિયા એકદમ જુદી પડી ગઈ, “ જાત-ઉપયોગ માટેના ઉત્પાદન “ ને બદલે “ વિનિમય માટેના ઉત્પાદન ” નું પ્રમાણ ખૂબ વધતું ગયું. તથા માણસના અને સમાજના જીવનમાં વિનિમય માટેના એક તંત્રનો એટલે કે બજારનો પ્રવેશ થયો.
બીજી રીતે વિચારીએ તો એમ કહી શકાય કે આપણી આર્થિક પ્રવૃત્તિમાં બે ક્ષેત્ર છે. ક્ષેત્ર “અ”માં એવી પ્રવૃત્તિઓ અને કાર્યો આવે છે, જેનું કશું વળતર ચૂકવાતું નથી કે જેની કીમતની કશી ગણતરી થતી નથી. તે કામો માણસ પોતે પોતાના માટે, પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે સ્વેચ્છાએ વિના મૂ કરતો હોય છે. ક્ષેત્ર “બ”માં એવી પ્રવૃત્તિઓ, સેવાઓ, કામો વગેરે આવે છે જે વેચાણ માટે હોય છે. અને જે વિનિમયના તંત્રમાં એટલે કે બજારમાં પ્રવેશે છે. પહેલા મોજા દરમ્યાન ક્ષેત્ર “અ” બહુ જ વિશાળ હતું, જ્યારે ક્ષેત્ર "બ" સવ અલ્પ. પરંતુ બીજા મોજા દરમ્યાન સ્થિતિ બિલકુલ પલટાઈ ગઈ. ક્ષેત્ર "અ" તો એકદમ સંકોચાતું ચાલ્યું. અને ક્ષેત્ર “બ”નું પ્રમાણ એટલું બધું વધી ગયું કે બીજા મોજાના અર્થશાસ્ત્રીઓ ક્ષેત્ર “અ” નું અસ્તિત્વ સુદ્ધાં લગભગ ભુલી ગયા. અર્થતંત્રની વ્યાખ્યા જ એવી થઈ ગઈ કે જે ચીજવસ્તુ, સેવા કે કામ બજારમાં ન પ્રવેશે તેની તેમાં ગણના જ ન થાય. “ઉત્પાભોક્તા" અર્થતંત્રમાંથી અદ્દેશ્ય થઈ ગયો.

આનો અર્થ એ થયો કે સ્ત્રીઓ દ્વારા થતું ઘરકામ, બાળઉછેર વગેરે બધું "બિન-આર્થિક" ગણીને કાઢી નાંખવામાં આવ્યું.

માણસ જે કાંઈ ક્ષેત્ર “અ”માં કરતો હોય તે અર્થતંત્રની બહારનું ગણાયું. વાસ્તવમાં ક્ષેત્ર “અ” અને ક્ષેત્ર “બ” બંને એકબીજા ઉપર આધારિત છે. ક્ષેત્ર “અ”માં બાળ-ઉછેર વગેરે કામ બરાબર ન ચાલતું હોય તો ક્ષેત્ર "બ"નું બધું કામ ની જ શી રીતે શકે ? બંને ક્ષેત્રનું એકદમ જુદું જુદું અસ્તિત્વ સંભવી જ નથી શકતું.

ટોફલરનું કહેવું છે કે હવે ત્રીજા મોજાના પ્રભાવ હેઠળ આ સ્થિતિ બદલાતી જાય છે. ક્ષેત્ર “અ” અને ક્ષેત્ર “બ” વચ્ચેની, ઉત્પાદક અને ઉપભોક્તા વચ્ચેની ભેદરેખા હવે ભૂંસાતી જાય છે, બને તેટલાં કામો જાતે કરી લેવા તરફ વલણ વધતું જાય છે. નિષ્ણાતો પરની આસ્થા ઘટતી જાય છે. અને એમના વિના ચલાવી લેવા તરફ ઝોક છે, માણસ હવે માત્ર નિષ્ક્રિય ઉપભોક્તા રહેવા નથી માગતો, તે સક્રિય “ઉત્પાભોક્તા" બનવા ઇચ્છે છે. તેથી વધુ ને વધુ પ્રવૃત્તિ ક્ષેત્ર "બ"માંથી કાઢીને ક્ષેત્ર "અ" માં લઈ જવાનું વલણ છે.

આજનું સૂત્ર છે : જાતે કરી લો ! ૧૯૫૬માં અમેરિકન ટેલિફોન કંપનીએ નવી ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી દાખલ કરીને લાંબા અંતરના કોલ માટે પણ ડિરેકટડાયલની પદ્ધતિ શરૂ કરી. આજે હવે મોટા ભાગના દરિયાપારના કોલ પણ ડિરેકટ-ડાયલીંગથી કરવાનું શકય બન્યું છે. ૧૯૭૪માં અમેરિકામાં માત્ર ૮ ટકા ગેસ સ્ટેશનો એવાં હતાં જ્યાં ગ્રાહકો પોતાના વાહનમાં ગેસોલીન જાતે ભરી લેતા. પણ ૧૯૭૭ સુધીમાં એવો ગેસ સ્ટેશનોની સંખ્યા ૫૦ ટકા જેટલી થઈ ગઈ. ઈલેકટ્રોનિક બેન્કિંગની પદ્ધતિ દાખલ થવાથી અગાઉ બેન્કના કર્મચારીઓ દ્વારા થતાં અનેક કામો ગ્રાહકો જાતે કરી લે છે. રેફ્રીજરેટરી વગેરેના રીપેરિંગ માટે મિકેનિકની જરૂર ન પડે, પરંતુ ટેલિફોન ઉપર તમને જરૂરી સૂચના અને માર્ગદર્શન મળે અને તે પ્રમાણે તમે જાતે મરામત કરી શકો એવું ગોઠવાતું જાય છે. ૧૯૭૪-૭૬ના ગાળામાં મકાન બાંધકામ અને રીપેર માટેની માલસામગ્રીમાંથી ૫૦ ટકા કરતાં વધારે સામગ્રી કોન્ટ્રકટરોએ નહીં, મકાનમાલિકોએ જાતે ખરીદી.

ટૂંકમાં, અગાઉ નિષ્ણાતો ઉપર અને બીજાઓ ઉપર બધું છોડાતું તેને બદલે હવે બની શકે તેટલું જાતે કરી લેવાય છે. અગાઉ જાતે કામ કરવું નીચું ગણાતું આજે જાતે કામ કરવામાં ગૌરવ મનાય છે. આનાં ઘણાં કારણો છે – વધતી જતી મોંઘવારી, કારીગરોની ભારે ખેંચ, માણસોને પોતાને મળતી ઘણી ફૂરસદ વગેરે. પરિણામે ક્ષેત્ર “અ”નો વ્યાપ ફરી વધતો જાય છે.

આની સાથે જ ઉત્પાદનની પ્રક્રિયામાં પણ ઉપભોક્તાને વધુ ને વધુ સામેલ કરતા જવાનું વલણ છે. ઉત્પાદકો ગ્રાહકોની જરૂરિયાતો અને અનુકૂળતા મુજબ પોતાની ઉત્પાદન પ્રક્રિયાને ગોઠવવા તત્પર બનતા જાય છે. આમ. ઉત્પાદક અને ઉપભોક્તા વચ્ચેનું અંતર ઓછું થતું જાય છે.

આ બધી પ્રક્રિયાની સૌથી વધુ અસર બજાર ઉપર થશે. બજારનો કાયાકલ્પ થશે. બજારને મૂડીવાદ કે સમાજવાદ સાથે કોઈ સંબંધ નથી. નાખોરી વિનાનું તેમ જ વસ્તુ-વિનિમય પર આધારિત બજાર પણ હોઈ શકે. પરંતુ હવે આપણા જીવનમાંના બજારના સ્થાનમાં ધરમૂળથી ફરક પડી જશે. બજારને સાવ તો નહીં કાઢી નાખી શકાય, કેમ કે આપણે અગાઉની જેમ પૂરેપૂરા સ્વાવલંબી નહીં બની શકીએ. તેમ છતાં હવે બજારના સ્વરૂપમાં ભારે ફરક પડી જશે. તથા ક્ષેત્ર "અ" અને ક્ષેત્ર "બ" વચ્ચેના સંબંધના સ્વરૂપમાંયે ભારે ફરક પડશે. “ઉત્પાભોક્તાની ભૂમિકા વધતી જશે. ઉચ્ચ પ્રકારની નવી નવી ટેકનોલોજીની તેમાં મદદ મળશે. ઘણી પ્રવૃત્તિઓ બજારના ક્ષેત્રની બહાર નીકળીજશે. બજારનું નવું સ્વરૂપ કેવું હશે તે તો હજી ચોક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ પહેલા અને બીજા મોજાના સમન્વરૂપ તે હશે.

આ તેમ જ આ અગાઉ જે બધાં પિરવતનોની વાત આપણે કરી છે તેને એકીસાથે સમગ્ર રીતે જોઈએ તો જણાશે કે આજે હવે એક નવી કાર્યરીલી અને વનીલી પાંગરી રહ છે. તેનાં કેટલાંક લક્ષણો નોંધી શકાય તેમ છે.

પૂરો સમયે કામ કરનારાની સંખ્યા ઘટતી જાય છે. વધુ ને વધુ લોકો પાર્ટ-ટાઈમ કામ કરવાનું પસંદ કરે છે. રોજના કામના કલાકો પણ ઘટતા જાય છે. વરસે સામાન્ય રીતે ૧૬૦૦ થી ૧૮૦૦ કલાકની સરેરાશ ગણાય છે. કેટલાક વચ્ચે વચ્ચે ૬ મહિનાની કે ૧૨ મહિનાની છુટ્ટી લઈ લે છે. અને તે સમયે પોતાની વિવિધ રસ-રુચિ સંતોષવા પાછળ ગાળે છે.

માણસ વધુ ને વધુ સમય પોતાનું કામ જાતે કરવા પાછળ આપતો જાય છે. આને લીધે કામ અને ફુરસદ વિશેના આપણા અત્યાર સુધીના ખ્યાલો જ સમૂળગા બદલાઈ જશે. ફુરસદનો વધુ ને વધુ સમય પોતાનું કામ જાતે કરવામાં જતો જશે તેમ કામ અને કુરસદ વચ્ચેનો ભેદ ભૂંસાતો જશે. હવે સવાલ મુખ્યત્વે કામ વિરુદ્ધ ક્રૂસાનો નથી, પરંતુ ક્ષેત્ર "બ" માટે વળતર લઇને કેટલું કામ કરવું અને કોલ "અ" માટે વિનામૂલ્યે સ્વેચ્છાએ પોતાના આયોજન અને પોતાના સંચાલન અનુસાર કેટલું કામ કરવું તે છે.

બીજા મોજાની શરૂઆતમાં એવું બનતું કે ઘણા લોકો થોડો વખત પોતાના ખેતર ઉપર અને થોડો વખત કારખાના-અૉફિસ વગેરેમાં કામ કરતા. થોડે જાતે ઉત્પન્ન કરી લે. થોડું બજારમાંથી ખરીદે. આજે હવે ઊંચી. ટેકનોલોજીના સ્તરે ફરી આવું શક્ય બનશે. આપણે એક નવી પેઢીની કલ્પના કરી શકીએ તેમ છીએ, જે પાર્ટટાઈમ કામ કરતી હશે. પોતાના હાથ-પગ ચલાવવા આતુર હશે, સસ્તી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે, અડધી બજારમાં હશે અને અડધી બજારની બહાર હશે. વચ્ચે વચ્ચે કામ કરતી હશે અને વચ્ચે વચ્ચે છુટ્ટી ભોગવતી હશે, આજ કરતાં થોડું ઓછું કમાતી હરી પણ પોતાનાં ઘણાં કામો જાતે કરી લઈને આની પૂર્તિ કરી લેતી હો આમ, ઘણા માણસો બજારના સકંજામાંથી મુક્ત થઈ શકશે. જાત-ઉપયોગ માટે થતા ઉત્પાદનનું પ્રમાણ પણ વધતું જશે. તેને માટે જરૂરી એવી ટેક્નોલોજી, સાધન-સામગ્રી વગેરે જેમ જેમ દરેકને ઉપલબ્ધ થતી જશે તેમ તેમ આ પ્રયિા ત્વરિત બનીઆ રીતે વધારે વિવિધતાભરી, ઓછી કંટાળાજનક, માણસને વધારે સનાત્મક સંતોષ આપતી, બજાર ઉપર ઓછી નિર્ભર એવી નવી કાર્યશૈલી અને જીવનશૈલી આજે પાંગરી રહી છે. જાતઉપયોગ માટે ઉત્પાદન અને બજાર મારફ્ત વિનિમય માટે ઉત્પાદન વચ્ચે એક સમતુલા ઊભી થશે. આ નવી જીવનશૈલીનું અંતિમ સ્વરૂપ કેવું હશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે,

આજે હવે પહેલોની જેમ દિલ દઈને સખત કામ કરવા કોઈ તૈયાર થતુ નથી. એવો અફસોસ વારે ઘડીએ હમણાં વ્યક્ત થતો હોય છે. પ્રોટેસ્ટન્ટ કર્મનીતિશાસ્ત્રનો વળતી પાણી થયું છે. ઔદ્યોગિક ક્રાંતિએ ઊભો કરેલ સખત કામ માટેનો લોકાચાર હવે ઓસરતો જાય છે. કોઈને મહેનત જ કરવી નથી, એવી ફરિયાદ બધે સંભળાય છે.

તેમ છતાં જોવા એમ મળે છે કે પોતાની નોકરીમાં જેઓ સખત કામ કરવામાં આનાકાની કરે છે, એના એ જ લોકો નોકરી બહાર ઘણી વાર અનેક પ્રકારની ભારે મહેનત રાશીથી કરતા હોય છે. દા.ત. પોતાના બાથરૂમમાં જાતે ટાઈલ્સ બેસાડવી, ગાલીચા વણવા, રાજકીય ચળવળમાં ભાગ લેવો, બાગમાં શાકભાજી વગેરે ઉગાડવાં, કાંઈક લેખનકાર્ય કરવું વગેરે. ત્યારે શું એમ સમજવું કે અગાઉ ક્ષેત્ર “બ”નો વધુ ને વધુ વિસ્તાર કર્યે જવાની જે પ્રેરણા હતી તે હવે ક્ષેત્ર “અ”નો વિસ્તાર કર્યો જવા તરફ વળી છે ?

બીજું મોજું પોતાની સાથે કેવળ વરાળયંત્ર અને યાંત્રિક શાળા જ નહોતું લાગ્યું તેણે માણસના વ્યક્તિત્વમાં અને ચારિત્રમાંયે જબ્બર પરિવર્તન આણેલું. તેવી જ રીતે આજે ત્રીજા મોજાના પ્રભાવ હેઠળ પણ માણસના વ્યક્તિત્વને ભારે અસર કરતું નવું પરિવર્તન આવી રહ્યું છે.

એક નવું અર્થશાસ્ત્ર પણ પાંગરશે. આજનું અર્થશાસ્ત્ર આજની ઝડપથી પરિવર્તન પામતી વાસ્તવિકતાઓથી પાછળ પડી ગયું છે. તેથી આજે તે કર્ય સમજાવી શકતું નથી. નવા અર્થશાસ્ત્ર ક્ષેત્ર "એ'ની ગતિવિધ ઉપર પણ ધ્યાન આપવું પડશે. આજની જેમ તે ક્ષેત્રની ઉપેક્ષા કર્યું નહીં ચાલે, ક્ષેત્ર “માં પણ ચીજવસ્તુઓ અને સેવાઓનું (ભલે ને પોતાને માટે) ઉત્પાદન થાય છે તે હકીકતની સ્વીકાર કરવી પડશે, અને તેથી માત્ર ક્ષેત્ર “બ”ને જ નહીં. ક્ષેત્ર “અ” ને પણ આવરી લે એવું અર્થશાસ્ત્ર વિકસાવવું પડશે.

ઉત્પાદન-ખર્ચમાં આજે આપણે કેટલીક ચોખ્ખી દેખાતી બાબતોનો તો સમાવેશ કરીએ છીએ, પણ બીજી કેટલીક સ્પષ્ટ ન દેખાતી હોય એવી બાબતોપન્ન ઉત્પાદન-ખર્ચ પર અસર કરતી હોય છે, તે ઝટ ધ્યાનમાં આવતું નથી. દા.ત. નશાખોરી, ગેરહાજરી, માનસિક અસ્વસ્થતા, વ્યગ્રતા વગેરેનો બોજ પણ ઉત્પાદન ઉપર પડે જ છે. એટલે માણસ જો સ્વસ્થ બનશે, તો તેની અસર તેના કામ ઉપર અને અર્થતંત્ર ઉપર પણ પડશે જ.

No comments:

Post a Comment

NSS CAMP

🔴 ચોથો દિવસ    ➡️તારીખ: 23 /4/ 2023 રવિવારના રોજ એનએસએસ શિબિરનું ચોથો દિવસ હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રભાત ફેરી કરી હતી એ પછી સફાઈ કરી હતી...