નંબર : 12205201
અભ્યાસ : પત્રકારત્વ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ
સત્ર : 2
વિષય : ઇન્ટર્નશીપ અંગે અહેવાલ
તારીખ : 1/3/2023 થી 30/3/2023
ઇન્ટર્નશીપ ચેનલ : વાઇબ્સ ઓફ ઇન્ડિયા
અભ્યાસનાં ભાગ રુપે શરુ થયેલ ઇન્ટર્નશીપ તારીખ 1/3/2023 થી તારીખ 30/3/2023 સુધી વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં કરેલ હતી. જેમાં મારો સમય સવારે 8 થી 4 નો હતો.અહિં વિવિધ બાબતો પૈકી શ્રુતી લખાણ, ગ્રાઉન્ડ રીપોર્ટીંગ, વિડિયો ગ્રાફી અને ઇનપુટનુ ડેસ્ક વર્ક શીખ્યા. તારીખ 14/3/2023 ના દિવસે WPL ટોપીક પર ગ્રાઉન્ડ રીપોર્ટીંગ કર્યુ હતુ. ડેસ્ક વર્ક અંગેના વિવિધ આર્ટીકલ પૈકીના કેટલાક નીચે મુજબ છે.
બઘેલ સરકારની મોટી ભેટ, સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં થશે સારવાર, એક પણ રુપિયો નહીં થાય
છત્તીસગઢના સ્વાસ્થ મંત્રીએ કહ્યુ કે ઉપચાર,તપાસ અને દવાઓ માટે એક પણ રૂપીયો નહી આપવો પડે.ઓપીડી, આઇપીડી, દવા અને તમામ સેવા મફતમા ઉપલબ્ધ કરવામાં આવશે.
છત્તીસઢના 1 જૂનથી બધા જ સરકારી દવાખાનાઓમાં સારવાર મફતમાં કરવામાં આવશે. દર્દીને સારવાર માટે 1 પણ રૂપીયો ખર્ચવો નહી પડે.રાજ્યની 10 મેડિકલ કોલેજ,28 જિલ્લા હોસ્પીટલ,સીએચસી અને પીએચસીમાં પૈસા વગર ઉપચાર કરવામાં આવશે. ત્યાર બાદ તમામ હોસ્પીટલમાં કેશ કાઉંટર સંપુર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. આ બાબતની ઘોષણા છત્તીસગઢના સ્વાસ્થ મંત્રી ટી.એસ.સિંહદેવે વિધાનસભામાં કરી છે.
રાજ્યમાં ગયા વર્ષે જ કૈશલેશ ઉપચારની ચર્ચા ચાલી રહી હતી. તેને મુખ્યમંત્રી ભુપેલ બઘેલ સ્વીકારીને ફાઇનલ મોહર લગાળી દીધી છે. મંગળવારે સ્વાસ્થ મંત્રી ટી.એસ.સિંહદેવે આ અંગે વિધાનસભામાં ઘોષણા કરી દીઘી છે. ત્યાર બાદ 1 જૂનથી તમામ સેવાઓ ફ્રિ માં આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ટી.એસ.સિંહદેવના વિભાગો માટે રૂ.5122 કરોડ આઠ લાખ 71 હજારની ગ્રાન્ટની માંગણી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. જેમાં જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 3207 કરોડ 70 લાખ 90 હજાર, તબીબી શિક્ષણ વિભાગને લગતા ખર્ચ માટે રૂ. 1574 કરોડ 48 લાખ ત્રણ હજાર, વાણિજ્ય વેરા વિભાગને લગતા ખર્ચ માટે રૂ. 335 કરોડ 76 લાખ 63 હજાર અને ચોવીસ. કાર્યક્રમ અમલીકરણ વિભાગને લગતા ખર્ચ માટે 13 લાખ 15 હજાર રૂપિયાનો સમાવેશ થાય છે.
સુરત મ્યુનિ. ટુંકમાં સુમુલ ડેરી સાથે મળીને "તાપી" બ્રાન્ડથી બોટલમાં પાણી વેચશે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ટૂંક સમયમાં ગુજરાતની પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે જેણે તાપી(Tapi) બ્રાન્ડ નેમથી પેકેજ્ડ પીવાના પાણી (packaged drinking water)નું ઉત્પાદન કરશે. મ્યુનિસિપલ અધિકારીઓ પાણીના માર્કેટિંગ અને પેકેજિંગ માટે સુમુલ ડેરીની મદદ લેશે, જ્યારે એસએમસી પાણી પૂરું પાડશે.
20 માર્ચના રોજ એસએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે પાણી વિભાગના અધિકારીઓ સાથે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, એમડી અરુણ પુરોહિત અને અન્ય અધિકારીઓ સાથે સુરત અને તાપીમાં પેકેજ્ડ પીવાના પાણી અંગે બેઠક યોજી હતી. એસએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેરના આશરે 70 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, સાથે સાથે શહેરમાં ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગોને ટર્શરી ટ્રીટેડ પાણી આપવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી ટીમો નિયમિત પીવાના પાણીનાં સપ્લાયમાં કલોરિન સાથેના કે પછી મિનરલ વોટર સપ્લાય કરવું તે દિશામાં અંગે કામ કરી રહી છે. જો મિનરલ વોટર સાથે આગળ વધવું હોય તો અમારે એક વધારાનો પ્લાન્ટ ઊભો કરવો પડશે, પરંતુ જો અમે બીજો પ્લાન્ટ બનાવીશું તો અમે સુમુલ ડેરીને પીવાનું પાણી સીધું જ પૂરું પાડીશું.
સુમુલ ડેરી પાસે સુરત અને તાપી જિલ્લામાં ઘણા કાઉન્ટર્સ અને આઉટલેટ્સ છે જ્યાંથી તાપી બ્રાન્ડનું પાણી વેચી શકાય છે.તેમણે જણાવ્યું હતું કે સુમુલ ડેરી પેકેજિંગમાં કુશળતા ધરાવે છે, જેના માટે અમે તેમની સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. અમે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી આપવું કે કાચની બોટલોમાં પાણી આપવું તે અંગે પણ વિચારણા કરી રહ્યા છીએ.
તાપી બ્રાન્ડનું પાણી હાલની તમામ બ્રાન્ડની સરખામણીએ સસ્તું પડશે તેવો દાવો કરતાં પટેલે જણાવ્યું હતું કે, એસએમસીની 100થી વધુ કચેરીઓ અને આરોગ્ય કેન્દ્રોમાં પાણી પહોંચાડવામાં આવશે. અમે તેને મોટા કેનમાં સપ્લાય કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ.સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, અમે તાપી બ્રાન્ડનું માર્કેટિંગ અને પેકેજિંગ કરીશું. બોટલ પ્લાસ્ટિકની રાખવી કે કાચની તે અંગે ચર્ચા ચાલી રહી છે.પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરી શકાય છે પરંતુ કાચની બોટલમાં પાણીનો સ્વાદ એકદમ અલગ હોય છે.આ અંગે નિર્ણય લેવાયા બાદ અમે કામ શરૂ કરીશું.
ચુંબન કરતા દેખાયા રાહુલ વૈધ-દિશા પરમાર, જાણો ક્યારે રિલીઝ થશે વીડિયો
રાહુલ વૈધ અને દિશા પરમારનુ લિપલોક પોસ્ટર રિલીઝ થતા જ ચર્ચામાં આવી ગયુ છે.રાહુલ વૈધે આ પોસ્ટર શેર કરતા લખ્યુ - “આઇએ આપકો સુનાતે હૈં એક પ્યારી સી પ્યારી સી પ્રેમ કહાની”.
બિગ બોસના સ્પર્ધક રહેલા રાહુલ વૈધ પોતાના આવનાર મ્યુઝિક વિડીયોના પોસ્ટરને લઇને ચર્ચામાં છે. રાહુલ વૈધે ટ્વિટર પર પોતાના અપકમિંગ સોન્ગનુ પોસ્ટર શેર કર્યુ, જેમા તેઓ પત્ની દિસા પરમાર સાથે ચુંબન કરતા નજર આવી રહ્યા છે. રાહુલે પોતાના આ સોન્ગને “પ્રેમ કહાની” નામ આપ્યુ છે.
લિપલોક પોસ્ટરના લિધે ચર્ચામાં
રાહુલ વૈધ અને દિશા પરમારનુ લિપલોક પોસ્ટર રિલીઝ થતા જ ચર્ચામાં આવી ગયુ છે.રાહુલ વૈધે આ પોસ્ટર શેર કરતા લખ્યુ “આઇએ આપકો સુનાતે હૈં એક પ્યારી સી પ્યારી સી પ્રેમ કહાની”. 23 માર્ચ બપોરે 12 વાગ્યે મારી યૂટ્યુબ ચૈનલ પર. દિશા અને રાહુલ આ પોસ્ટરમાં ખુબ જ રોમાંટિક અંદાજમાં નજર આવી રહ્યા છે.
સુપર હિટ, રાહુલ વૈધ
રાહુલ વૈધ લાંબા સમયથી દર્શકોના દિલો પર રાજ કરે છે. “આંખ હૈ ભરી ભરી......”, “મધાનીયા.....”અને “ગરબે કી રાત.......” જેવા ખુબ જ પ્રખ્યાત ગીતો આપેલા છે. ત્યાર બાદ રાહુલના કરીયરનો ગ્રાફ નીચે આવવા લાગ્યો એટલે તેઓ રિયલિટી શો બિગ બોસમાં આવીને ખુબ ચાહના મેળવી. રાહુલ બિગ બોસના 14 માં સીઝનમાં જોવા મળ્યા હતા.
ગ્રાંડ ફિનાલે સુધી પહોચ્યા હતા રાહુલ
રાહુલ વૈધ આ શો માં ગ્રાંડ ફિનાલે સુધી પહોચવામાં સફળ રહ્યા હતા, પરંતુ વિનર ટ્રોફી રૂબીના દિલૈકે જીતી હતી.આ શો માં રહીને રાહુલ વૈધે પોતાની ગર્લફ્રેંડ દિશા પરમારને પ્રપોઝ કર્યુ હતુ અને શો ની બહાર આવી બન્ને એ લગ્ન પણ કર્યા. રાહુલ અને દિશાનુ વીડિયો પોસ્ટર હિટ થયુ છે, હવે જોવાનુ એ રહેશે કે સોન્ગ હિટ જશે કે નહિ?
IIT મુંબઈ: દર્શન સોલંકીની આત્મ હત્યા પાછળ જાતિગત ભેદભાવ હતો કે નહીં ?
સમિતિએ આપ્યો જવાબ ,દર્શને લગભગ 3 મહિના પહેલા IIT માં પ્રવેશ લીધો હતો. દર્શન ત્યાં થી કેમિકલ્સમાં બીટેક નો અભ્યાસ કરતો હતો.16 ફેબ્રુઆરીના રોજ દર્શને હોસ્ટેલના સાતમાં માળે થી છલાંગ લગાવીને મૌલિક રીતે આત્મહત્યા કરી હતી.
IIT મુંબઈમાં પાછલા મહિને એક છાત્રએ કરેલ આત્મહત્યા બાબતે જાતિગત ભેદભાવના દ્રષ્ટિકોણ ને નકારવામાં આવ્યો છે. 12 સભ્યોની કપાસ સમિતિએ જાતિગત ભેદભાવના દ્રષ્ટિકોણને નામંજૂર કર્યો છે. સમિતિએ એવું કહ્યું કે આત્મહત્યાનું કારણ શૈક્ષણીક પ્રદશન સારું ન હોવું બની શકે. જોકે દર્શનના પરિવારે આરોપ લગાડ્યા છે કે આઇઆઇટીના અન્ય વિધ્યાર્થીઓ તેને હેરાન કરતાં હતા કેમ કે તે એસસી જાતિનો હતો. પરિવારવાળાનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં સુનિયોજિત હત્યા છે.
પરિવારે કહ્યું - આત્મહત્યા નહીં સુનિયોજિત હત્યા છે
આ આત્મહત્યા નહીં પરંતુ સુનિયોજિત હત્યા છે. પરિવારના સદસ્યોનો આરોપ છે કે દર્શન ને જાતિના કારણે હેરાન કરવામાં આવતો હતો. મૃતક દર્શનના પરિવારે ન્યાય અને વિસ્તૃત તપાસની માંગ કરી છે. મૃતક દર્શન સોલંકીની બહેન જાનવીએ કહ્યું કે શરૂઆતમાં બધુ બરાબર હતું. પરંતુ એક વાર તેમણે જાણ થઈ કે દર્શન એસસી સમુદાયથી છે તો એની સતામણી કરવાનું શરૂ કરી દીધું.
તપાસ સમિતિએ નકર્યો જાતિગત ભેદભાવ નો દ્રષ્ટિકોણ
ત્યાં જ પુરી ઘટનાની તપાસ કરવા IIT મુંબઈના 12 સભ્યોની એક ટુકડી તૈયાર કરવામાં આવી હતી જેમને પરિવાર દ્વારા લગાડવામાં આવેલા આરોપ ને નામંજૂર કરવામાં આવ્યા છે.પરિવરવાળાએ કહ્યુંકે દર્શન ક્યારેય આત્મહત્યા કરી જ ના શકે, જે લોકો આત્મ હત્યા કરવાનું વિચારે તેને દર્શન ખિજાતો હતો અને દર્શન ખૂબ જ હોશિયાર વિધ્યાર્થી હતો. તેને ધોરણ 10માં 83% હતા.
રણબીર-શ્રદ્ધા ની ‘તૂ જૂઠી મૈ મક્કાર’ મોટી ઓપનિગ માટે તૈયાર,દિલ્લીમાં હાઉસફુલ થયા શો
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ની ફિલ્મ ‘તૂ જૂઠી મૈ મક્કાર’ હોળીના દિવસે સિનેમા ઘરોમાં આવી રહી છે. આ રોમૅંટિક કોમેડી ને લવ રંજનીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતોને લોકો તરફ થી ઠીકઠાક પ્રતિભાવ મળ્યો છે. ફિલ્મ ની એડવાંન્સ બુકિંગ પણ શરુ થઈ ગઈ છે.
બૉલીવુડ ડાયરેક્ટર લવ રંજનીની રોમૅંટિક કોમેડી ફિલ્મોને સારો એવો પ્રતિભાવ મળ્યો છે. કાર્તિક આર્યન સાથે ‘પ્યારકા પંચનામા’ અને ‘સોનું કે ટીટુ કી સ્વીટી’ બનાવી ચૂક્યા છે લવ રંજન હવે ‘તૂ જૂઠી મૈ મક્કાર’ લઈ ને આવી રહ્યા છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ની મુખ્ય ભૂમિકા સાથે જાણીતા કોમેડિયન અનુભવ સિંહ બસ્સી પણ જોવા મળશે.
રણબીર અને શ્રદ્ધાની નવી જોડી
તૂ જૂઠી મૈ મક્કાર ની મુખ્ય જોડી ફ્રેશ છે અને અત્યાર સુધી દર્શકોએ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ને સાથે નથી જોયા. રિપોર્ટસ મુજબ સોમવાર સાંજે 4 વાગ્યા સુધીમાં જ ,3 મોટી નેશનલ સિનેમા શૃંખલામાં 20000 થી વધુ બુકિંગ થઈ ગઈ છે. આ ફિલ્મની સંપૂર્ણ બુકિંગ રવિવાર રાત થી શરૂ થઈ છે. ફિલ્મ ની એડવાન્સ બુકિંગ થી એટલો અંદાજો લગાવવામાં આવે છે કે મંગળવાર રાત સુધી 70 હજાર થી વધુ ટિકિટ બુક થઈ જશે.
ઓનલાઈન બુકિંગ પર નજર કરીએ તો ‘તૂ જૂઠી મૈ મક્કાર’ ના કેટલાય શો હાઉશફૂલ થઈ ગયા છે. અને કેટલાય નું બુકિંગ ઝડપથી વધી રહ્યું છે. એડવાન્સ બુકિંગ જોઈ ને એવી આશા જગી રહી છે કે ફિલ્મને પેહલા જ દિવસે 12-13 કરોડ સુધી ની કમાણી થઈ શકશે. તહેવારના દિવસ પછી ફિલ્મ કેટલું કામાય છે તે જોવાનું રહેશે.
ભારતમાં વધી શકે છે કેન્સરનો પ્રકોપ
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસમાં ખૂબ જ વધારો થયો છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રેસર્ચ નું કહેવું છે કે 2025 સુધી કેન્સરના કેસો માં 12.7% ની વૃદ્ધિ થઈ શકે છે. કેન્સરનું સૌથી મોટુ કારણ ધૂમ્રપાન, તંબાકુ અને દારૂનું સેવન, મોટાપો, શરીરમાં પોષક તત્વોની ખામી, શારીરિક ક્ષમતાની કમી જોવા મળેલ છે. દેશમાં આગળના ત્રણ વર્ષમાં કેસ ખૂબ જ ઝડપથી વધવાના છે. આ દાવો ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ મુજબ, 2020ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્સરના અંદાજિત આંકડા 2020 માં 13.92 લાખ હતા જે 2021 માં વધીને 14.26 લાખ થયા અને 2022માં વધીને 14.61 લાખ સુધી પોહચી ગયા છે.
બીમારીનો ફેલાવો થવાના આ મુખ્ય કારણો છે
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દેશમાં માત્ર હ્રદય રોગ અને શ્વાસ ની બીમારી નહીં પરંતુ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. કેટલીકવાર લોકોને કેન્સરના લક્ષણો ની પૂરી જાણકારી નથી હોતી માટે સમય પર બીમારીની જાણ ન થતાં સારવારમાં મોડું થાય છે જેથી ઝડપથી સારવાર ન થવાના કારણે કેન્સરના કેસ વધી રહ્યા છે. માટે લોકો વચ્ચે કેન્સર અંગે જાગૃતતા ફેલાવી પણ ખૂબ જ જરૂરી છે.
પાછલા કેટલાક વર્ષોના આંકડા મુજબ, ભારતમાં પુરુષોમાં સૌથી વધુ કેન્સરના કેસ મોં અને ફેફસાંના સામે આવ્યા છે. ત્યાં જ મહિલાઓ માં સૌથી વધુ કેસ બ્રેસ્ટ અને ગર્ભાશયના આવ્યા છે. બેંગલુરુ સ્થિત આઇસીએમઆર નેશનલ સેન્ટર ફોર ડિસિજ ઇન્ફ્રોર્મેટીકસ એન્ડ રિસર્ચ અનુસાર 2015 થી 2022 સુધી બધા પ્રકારના કેસના આકડમાં લગભગ 24.7% જેટલો વધારો થયો છે. 14 વર્ષની ઉમરના બાળકોમાં લીમ્ફોઈડ લ્યુકેમયા એટલેકે લોહી થી સંબંધિત કેન્સરનું સંકટ વધુ હોય છે. કેન્સરથી બચવા માટે જાગૃતતા ફેલાવવી જરૂરી છે.
બીમારી થી બચવાના ઉપાયો
કંસલ્ટેંટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને હેમેટોઓન્કોલોજીસ્ટ ડૉ. સુહાસઆગ્રે અનુસાર, વૃદ્ધાવસ્થા, જેનેટિક્સ, મોટાપો, તંબાકુનું સેવન, દારૂ, વાયરલ ચેપ, પ્રદૂષણ , સૂરજની યુવી કિરણો, ગંદો ખોરાક,આવી ભયાનક બીમારી ફેલાવાનું કારણ બની શકે છે.માટે આ તામામ વસ્તુ થી દૂર રહેવું જોઈએ. આ બીમારીથી બચવા માટે જરૂરી છે કે, કેન્સરના લક્ષણ દેખાતા તરત જ ડૉક્ટર નો સંપર્ક કરવ જોઈ એ.
“હેરા ફેરી 3” માં જોવા મળશે સંજય દત્ત, કરશે મજેદાર કોમેડી.
સંજય દત્તે કહ્યુ કે તેઓ અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સાથે “હેરા ફેરી 3” માં કોમેડી રોલ માં જોવા મળશે. તેમણે પોતાના કિરદાર વિશે માહિતી શેર કરી. તેમણે કહ્યુ તેઓ ફિલ્મમાં આંધળા ડોનની ભુમીકામાં જોવા મળશે. દર્શકોમાં ફિલ્મને લઈ ને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બોલીવુડ સુપરસ્ટાર સંજયદત્ત આ દિવસોમાં એક થી એક ચડિયાતી ફિલ્મોના પ્રોજેક્ટનો ભાગ બનતા નજર આવી રહ્યા છે. થોડા સમય પહેલા ખબર હતી કે સંજય શાહરૂખખાનની ફિલ્મ “જવાન”માં પણ જોવા મળશે. હવે ખબર છે કે તેમની એન્ટ્રી ફિલ્મ “હેરા ફેરી 3” માં થવાની છે અને આ વાતની કબુલાત તેમણે કરી છે.
“હેરા ફેરી 3” નો ભાગ છે સંજય દત્ત
સંજય દત્તે સુનિશ્ચિત કર્યુ કે તેઓ અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ફિલ્મ “હેરા ફેરી 3” નો પણ ભાગ છે. તેમણે પોતાના કિરદાર વિશે માહિતી આપી. એક ઇંટરવ્યુ દરમીયાન તેમને પુછવામા આવ્યુ કે તેઓ “હેરા ફેરી 3” માં આંધળા ડોન નો કિરદાર નીભાવવાના છે? ત્યારે સંજય દત્તનો જવાબ હા હતો.
કેવો હશે રોલ?
ફિલ્મમાં સંજય દત્તની ભુમીકા ખુબજ ખાસ જોવા મળશે. આ ભુમીકા ફિલ્મ “વેલકમ” માં ફિરોઝ ખાનની ભુમીકા RDX સાથે લાગતી વળગતી જોવા મળશે. “હેરા ફેરી 3” નુ શુટીંગ આ વર્ષે શરૂ થશે. આ ફિલ્મ લોસ એંજલિસ, દુબઇ અને આબુ ધાબીમાં થસે.
કાર્તિક પણ જોવા મળશે.
સંજય દત્તની સાથે કાર્તિક પણ “હેરા ફેરી 3” માં જોવા મળશે. તેમની ભુમીકા ગયા વર્ષે જ નક્કી થઇ ગઇ હતી. પહેલા અક્ષય કુમાર ફિલ્મમાં આ ફિલ્મમાં કામ નહોતા કરવાના પરંતુ પાછળથી તેમણે ફિલ્મ માટે હા પાડી.
લોરેંસ બિશ્નોઇ ની ધમકી પર બોલ્યા સલમાન ખાન
સલમાન ખાન નથી ઇચ્છતા કે ઘર ની સુરક્ષા વધારી ને ધમકી આપવા વાળા ને એવુ ફિલ કરાવે કે તે સફળ થઇ ગયો. સલમાન ખાન ના પરીવારના લોકો અને મિત્રો એ કહ્યુ કે સલમાન ખાન નુ કેહવુ છે કે જે થવાનુ હશે તે થશે.
સલમાન ખાનને લોરેંશ બિશ્નોઇ અને તેની ગેંગે ફરી એક વાર ઘમકી આપી. પોલીસે તેમના ઘરની સુરક્ષા વધારી દીઘી છે. તેમજ ફિલ્મ કિસી કા ભાઇ કિસી જાન નુ ગ્રાઉન્ડ પ્રમોશન ન કરવાની સલાહ આપી.આ ધમકી થી સલમાન ખાનના ફેન્સ અને પરીવાર ચિંતામા છે. રીપોર્ટસ મુજબ સલમાન ખાન ને આવી ધમકી થી કોઇ ફરક નથી પડતો. તે એવુ પણ નથી ઇચ્છતા કે તેમના ઘર ની સુરક્ષા વધારવામાં આવે.
સલમાન ખાન બહારથી ચીંતીત નથી લાગી રહ્યા.
ગૈંગ્સ્ટર લોરેંસ બિશ્નોઇએ એક ઇંટરવ્યુ દરમીયાન સલમાન ખાન ને મારી નાખવાની ધમકી આપી. તેના એક સાથી એ સલમાન ખાનને મેલ પણ કર્યો હતો.પોલીસે એફઆઇઆર લખ્યા બાદ સલમાન ખાનના ઘરની સિક્યોરીટી પણ વધારી દીધી છે. સલમાનના પરીવારના એક નજીક ની વ્યકતિના કેહવા મુજબ સલમાન ખાન આ ધમકી પર વધુ ધ્યાન આપતા નથી અથવા તો સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરે છે. જેથી તેમના પરીવારના લોકો ચિંતા ન કરે. સલમાનના પરીવારના લોકો આ મુજબ એક બીજા ને પોતાની ચિંતા દેખાડતા નથી.
બારીનાં કાચ માંથી આવતા સુર્ય પ્રકાશથી વિટામિન ડી મળે છે કે નહી?
માણસના શરીરને સ્વસ્થ રહેવા માટે કેટલાય પોષક તત્વોની જરૂર હોય છે. વિટામિવ ડી પણ એક એવુ જ તત્વ છે જે શરીર ને કેટલીય બિમારીઓ થી દુર રાખે છે.સુર્યના કિરણો આવા પોષક તત્વો પુરા પાડે છે.
વિટામિન ડી
વિટામિન ડી શરીર ને સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આ એક એવુ પોશક તત્વ છે જેનાથી હાડકા, દાંત અને માંસપેસીઓ તો મજબુત થાય જ છે સાથે સાથે કાલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો શરીર ને પુરા પાડે છે. જે એમ્યુનીટી વધારે છે અને શરીર માથી બીમારીઓ દુર કરે છે. વિટામિન ડી ની કમીના લીધે કમરનો દુખાવો, થાક, નબળાઇ, ડિપ્રેશન, વાળ ખરવા જેવી સમ્સયાનો સમનો કરવો પડે છે.આપણે બધા જાણીએ છીએ કે સુર્યના કિરણો વિટામિન ડી નો સૌથી મોટો સ્ત્રોત છે એટલે જ એને “સનશાઇન” પણ કહે છે.
શરીરમાં વિટામિન કેવી રીતે બને છે.
સુર્યના કીરણો વાસ્તવમાં વિટામિન ડી પ્રદાન નથી કરતા પરંતુ શરીરમાં વિટામિન ડી નુ ઉત્પાદન કરે છે. જ્યારે સુર્યની અલ્ટ્રાવાયલેટ કિરણો તમારી ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે શરીરમાં વિટામિન ડી બનવાની પ્રર્કિયા શરૂ થાય છે. ત્યાર બાદ તમારા શરીરમાં તેનો ઉપયોગ કેલ્શિયમ બનાવવામાં અને હાડકાના સ્વાસ્થ્ય, ઇમ્યુનિટી અને હોર્મોનસનુ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
વિટામિન ડી ના તમામ ફાયદા મેળવવા માટે સુર્યના કિરણો સીધા ત્વચાના સંપર્કમા આવે તે ખુબ જ જરૂરી છે. પરંતુ જો આ કિરણો થી તમારી ત્વચાને બળતરા થાઇ તો સમજી જવુ કે સુર્યના કિરણો લેવાનો આ સમય ખોટો છે. તમે ક્યા દેશમાં અને ક્યા વાતાવરણમાં રહો છો તે પણ મહત્વનુ છે. જો સુર્યની કિરણો થી કોઇ બળતરા ન અનુભવાઇ તો તમે ઓછા માં ઓછા 15 મીનીટ અને વધુ માં વધુ 1 કલાક સુધી સુર્યના કિરણો લઇ શકો છો.
Mrs chatterjee Vs norway review : દમદાર છે મિસેઝ ચટર્ઝીની પરફૉમૅઁસ.
Mrs chatterjee Vs norway : કોઈ પણ ડાયરેક્ટર માટે સાચી ઘટનાને સ્ક્રીન પર લાવવી હંમેશા પડકાર રૂપ રહ્યુ છે. મિસેઝ ચટર્જી વર્સેસ નોર્વે પણ એક સાચી ઘટના આધારીત ફિલ્મ છે. એટલુ જ નહી સાગરિકા ચાટર્જીના આ સફરને એક પુસ્તકનું પણ સ્વરૂપ આપવામાં આવ્યુ છે. આજ થી એક દસકા પહેલા નોર્વેમાં રહતા એક દંપતીના કેસે સમગ્ર દેશનાં મીડીયા ચેનલનું ધ્યાન આક્રષીત કર્યુ હતું. કેસ મુજબ નોર્વેના ચાઈલ્ડ વેલફેયર સર્વીસે આ દંપતીના બાળકોને પોતાની કસ્ટડીમાં લેતા આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાના બાળકોનુ વ્યવસ્થીત ઘ્યાન નહોતા રાખતા. બાળકોને પરાણે લઈ જવાથી તેની માતા એ એટલો વિરોઘ્ઘ કર્યો કે કેસ ઈન્ટરનેશલ લેવલ પર ચર્ચા માં આવી ગયો હતો. હવે તે જ કેસને ફિલ્મ સ્વરૂપે પરદા પર રજુ કરવામાં આવશે.સ્ટોરીનોર્વે દેશમાં પાછલા ચાર વર્ષથી પોતાના પતિની સાથે રહેતી સાગરિકાના જીવનમાં એ સમયે ભુકંપ આવી જાય છે જ્યારે તેના નાના બાળકોને ત્યાંની સરકારની ચાઈલ્ડ વેલફેર સોસાયટી દ્વારા લઈ જાવામાં આવે છે. ચાઈલ્ડ વેલફેર સોસાયટી દ્વારા એવા આરોપ લગાડવામાં આવ્યા કે સાગરિકા પોતાના બાળકોની દેખરેખ કરવા માટે અસમર્થ છે તે માનસીક રીતે અસ્થીર છે. ત્યાંજ બીજી બાજુ એક નોર્વે દંપતીએ તે બાળકોને દતક લઈ લીધા. સાગરિકા પોતાના બાળકોને પાછા લાવવા માટે ચાર વર્ષ સુધી કેટલી મહેનત કરે છે તે ફીલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે. કિરદાર ફિલ્મના નામ થી જ જાણ થાય છે કે ફિલ્મનો પુરૂ ભારણ રાની મુખર્જી પર છે. રાનીના પતિનો કિરદાર અનિર્બન ભટ્ટાચાર્ય નીભાવે છે.વકીલ નો કિરદાર જીમ સરભ નીભાવે છે. ફિલ્મ 17 માર્ચે સીનેમા ઘરોમાં જોવા મળશે.આ જ તારીખે અન્ય કેટલીક ફિલ્મો સીનેમા ઘરોમાં આવાની છે. કઈ ફિલ્મ ચાલશે અને દર્શકો ને જોવી ગમશે તે જોવાનુ રેહશે
Pathaan OTT Release: શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર ગણતરીના દિવસોમાં ફિલ્મ OTT પર.
Pathaan: દનિયાભરમાં ધમાલ મચાવનારી ફિલ્મ “પઠાણ” હવે ટુંક જ સમયમાં OTT પર. શાહરૂખ ખાનની બ્લોકબાસ્ટર ફિલ્મ હવે ડિઝિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઇ રહી છે.
Pathaan OTT Release: શાહરૂખ ખાન, દીપીકા પાદુકોણ અને જોન અબ્રાહમની પહેલી મેગા બ્લોકબાસ્ટર ફિલ્મ “પઠાણ”ને રિલીઝ થયે 7 થી વધુ અઠિવાડિયા થયા છે છતા પણ તે બોક્સ ઓફિસ પર રાજ કરે છે. ત્યાં જ ઓટીટી પર રિલીઝ થવાની રાહ જોઇ રહેલા દર્શકો માટે સારા સમાચાર આવી ગયા છે. “પઠાણ” 22 માર્ચ 2023 એ ડિઝિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ઓટીટી પર ક્યા રિલીઝ થશે “પઠાણ”
શાહરૂખ ખાનની ફિલ્મ “પઠાણ” 25 જાન્યુઆરી એ સિનેમાઘરોમા રિલીઝ થઇ હતી. ફિલ્મ નુ પ્રીમિયર 22 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર થશે. ફિલમને લઇને પ્રાઇમ વીડિયોએ પોતાના ઇંસ્ટાગ્રામ પેઝ પર પણ પોસ્ટર શેર કર્યુ. તેમા લખ્યુ કે આપણને “હવામાન મા ઉથલ પુથલ નો આભાસ થઇ રહ્યો છે આખરે પઠાણ આવી રહ્યો છે!” “પઠાણ” પ્રાઇમ વીડિયો પર 22 માર્ચ હિંદી, તમીલ અને તેલુગુમાં.
ઓટીટી રૂપમાં પઠાણના ડિલીટ સીન પણ જોવા મળી શકે છે.
એક ઇંટરવ્યુ દરમીયાન “પઠાણ”ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ફિલ્મના એક સીન વિશે વાત કરી હતી. જે સીન થિયેટરમાં દેખાડવામા નહોતો આવ્યો તે સીન ઓટીટી પર દર્શકોને તે જોવા મળશે.
મારો છેલ્લો પ્રેમ..... 92 વર્ષની ઉમરે 5માં લગ્ન કરશે આ અરબપતિ.
મિડિયા ટાઇકુન રૂપર્ટ મર્ડોક હવે પાંચમી વખત લગ્ન કરવા તૈયાર છે. તેમણે સગાઇ ની ઘોષણા કરી. આ વખત તેઓ 66 વર્ષીય મહિલા સાથે લગ્ન કરશે. બન્ને એ પોતાના સંબધ અંગે જાહેરાત કરી. મર્ડોકે જણાવ્યું પ્રપોઝ કરતી વખતે તે કેટલા ઘભરાયેલા હતા.
મિડિયા ટાઇકુન રૂપર્ટ મર્ડોકે પાંચમી વખત લગ્નની જાહેરાત કરીને બધાને આશ્ચર્યમા મુકી દીધા છે.તેમણે પોતાની સાથી “એન લેસલી સ્મિથ” સાથે સગાઇની ઘોષણા કરી. લેસલી પોલીસ અધિકારિઓના કાઉંસલિંગનુ કામ કરતી હતી. લગ્નની જાહેરાત લોકોને આશ્ચર્યમા મુકનારી એટલે પણ છે કેમકે મર્ડોકની ઉમર 92 વર્ષની છે. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરીકાના કૈલિફોર્નિયામાં એક ઇવેંટ દરમિયાન 66 વર્ષીય લેસીલને મળ્યા હતા.
તેમણે પોતાના પ્રકાશનો પૈકી એક “ન્યુયોર્ક પોસ્ટ”મા કહ્યુ “મને પ્રેમમાં પડવાથી ડર લાગે છે”. જોકે મને ખબર હતી કે આ મારો છેલ્લો પ્રેમ હશે. તે સારુ હશે. મર્ડોક ગયા વર્ષે જ પોતાની ચોથી પત્ની “જેરી હોલ”થી અલગ થયા. ત્યાંજ લેસલી સ્મિથને લઇને તેમણે કહ્યુ કે તેઓ લેસલીને પ્રપોઝ કરતી વખતે ખુબ
જ ઘભરાયેલા હતા. લેસલીની વાત કરીએતો તેમના પતિનુ મ્રુત્યુ થઈ ગયુ છે. તેણી અત્યારે ગાયીકા અને રેડિયો ટીવી એગ્જીક્યુટીવ છે.
મર્ડોકની સાથે સંબધને લઇને લેસલી કહ્યુ કે “અમારા બન્ને માટે આ ભગવાન તરફથી ભેટ છે”. અમારી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થઇ હતી. હું પાછલા 14 વર્ષથી વિધવા છુ.મારા પતિ પણ રૂપર્ટની જેમ ઉધ્યોગ પતિ હતા. માટે હું તેમની ભાષા બોલી શકુ છુ.અમારા વિચારો પણ એક સમાન છે.મર્ડોકને આગલા ત્રણ લગ્નથી 6 બાળકો છે. એક રિપોર્ટ અનુસાર તેઓ આવતા વર્ષે લગ્ન કરશે.
ગુડીપડવા અને ચેટી ચાંદની ઉજવણી
માતાજીના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની આજથી શરૂઆત થઇ ગઇ છે.ચૈત્ર નવરાત્રીની સાથે જ મહારાષ્ટ્રીયન લોકો પોતાના નવા વર્ષ ગુડીપડવા અને સિંધી લોકો ચેટીચાંદની ઉજવણ કરશે. ગુડી પડવાના દિનસે લીમડાના પાંદનો રસ પીવાનુ ખુબ મહત્વ રહેલુ છે. કહેવાય છે કે લીમડાનો રસ પીવાથી બારેમાસ નીરોગી રહેવાય છે.
ચૈત્ર સુદ એકમ એટલે ગુડીપડવો અને મરાઠીઓના નવા વર્ષનો પ્રથમ દિવસ. ગુડીપડવાની પાછળ એક દંતકથા પ્રચલીત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે પાછા અયોધ્યા ફર્યા હતા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી.અયોધ્યા નગરીના લોકો ઘરે-ઘરે ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડીપડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે.ગુડીપડવાને “વર્ષ પ્રતિપદા” તરીકે પણ ઓળખવામા આવે છે. સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબત નો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દ્રષ્ટિ એ કેટલાક મુહૂર્ત વણજોયા કે સાડા ત્રણ મુહૂર્ત તરીકે જાણીતા છે. ગુડીપડવાનો દિવસ આ સાડા ત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવુ પંચાંગ પણ શરૂ થાય છે.
મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિક્રુતિ તૈયાર કરી આસપાસ રંગોળી કરવામા આવે છે. ગુડી માટે પિત્તળ કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફુલનો હાર વગેરે સામગ્રી લેવામા આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફિટ બાંધી તેના પર લોટો ઊંધો મુકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાને હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે.
સિંધી લોકો દ્વારા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ “સિંધીયત જો ડીંહુ(દિવસ) ચેટી ચંડ” અથવા “સિંધી દિન” તરીકે ઉજવે છે. આ દિવસને તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની “ઝૂલેલાલ બહરણો સાહબ” સ્વરૂપે શાહી સરઘસ કાઢવામા આવે છે. આ સરઘસમાં સિંધીઓ “ઝૂલેલાલ બેડાપાર”ના નારા લગાવે છે.
બોક્સ ઑફિસ પર મોટા કલાકારોની ફિલ્મ પણ જઈ રહી છે
ફ્લોપ, ત્યારે કપિલ શર્માની જ્વિગાટો પોતાનું સ્થાન બનાવી સકશે?
કોમેડી સ્ટાર કપિલ શર્માની નવી ફિલ્મ જ્વિગાટો 17 માર્ચે સિનેમા ઘરોમાં જોવા મળશે. કપિલ શર્મા આ વખત એક અલગ જ ભૂમિકામાં જોવા મળશે. કપિલ શર્મા મોટા ભાગે કોમેડી રોલમાં જ જોવા મળે છે.આ તેમનો એક નવો પ્રયત્ન છે જે એક અલગ અંદાજમાં ઉતરી આવસે.
વર્ષ 2023ની શરૂઆત જ પઠાણ જેવી ધમાકેદાર ફિલ્મ થી થઈ છે. જ્યારે અક્ષયની સેલ્ફી અને કાર્તિક આર્યનની શેહજાદા બિલકુલ ચાલી નહી. આવાં સમયે કપિલ તેના નવા અવતાર વાળી જ્વિગાટો મોટા પડદા પર લાવી રહ્યા છે. કપિલની આ નવા અવતાર વાળી ફિલ્મ દર્શકો ને ગમશે કે કેમ? તે જ એક મોટો સવાલ છે.
કપિલ ની ઈમોશનલ ભૂમિકા
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને દર્શકો તરફથી તેને સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મ માં કપિલ પહેલી વખત ઇમોશનલ ભૂમિકામાં જોવા મળશે. આની પહેલા કપિલની આવેલી ફિલ્મો જેમકે
“ફિરંગી”, “કિસ કિસ કો પ્યાર કરું” માં કપિલ કોમેડી રોલમાં જ જોવા મળ્યા હતા. માટે આ ફિલ્મ મોટા પડદા પર ચાલશે કે નહીં તે જોવાનું રહેશે.
જ્વિગાટોમાં શું ખાશ છે?
કપિલના કહેવા મુજબ અત્યારે ફિલ્મો મેળવવાના વિલકપો વધી ગયા છે. લોકોને વિવિધ પ્રકારની ફિલ્મો અલગ અલગ પ્લેટફોર્મ પર થી મળી જ જાય છે. હવે લોકો ને કઈક અલગ જોવું ગમે છે. અને જ્વિગાટો એ એક એવી જ ફિલ્મ છે. ફિલ્મમાં કપિલ શર્મા અને શહાના ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કપિલ એક ડિલિવરી મેનની ભૂમિકામાં જોવા મળશે.
જ્વિગાટોની હરીફાય
કપિલની આ ફિલ્મ 17 માર્ચે સિનેમા ઘરોમાં જોવા મળશે. તે ચાલશે કે કેમ તેની સાથે બીજી વાત એ પણ છે કે તે જ તારીખે બીજી કેટલીક ફિલ્મ રિલીઝ થવાની છે. જેમકે રાની મુખર્જીની મિસિઝ ચેટરજી વર્શઝ નૉર્વે, સાઉથની કબઝા અને શઝામ ધ ફ્યુરી ઓફ ગોડ. આ તામામ ફિલ્મો વચ્ચે કપિલની ફિલ્મ કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહશે.
OSCARનો ઇતિહાસ
ઓસ્કરએ દુનિયાના પ્રખ્યાત ઍવોર્ડસ માનો એક ઍવોર્ડ છે. જેને મળવવો આજ દરેક ફિલ્મી સિતારાઓનું સપનું છે. તમને જાણીને નવાઈ લગશે કે ઓસ્કર એ તેનું સાચું નામ નથી તેનું સાચું નામ “ધ એકેડમી ઍવોર્ડસ” છે. હોલીવુડની લથળતી સ્થિતિ સુધારવા માટે આ એવોર્ડસ ને બનાવવામાં આવ્યો. હાલ તે એટલો પોપ્યુલર બની ગયો છે કે દુનિયાભરના ફિલ્મ નિર્દેશક હોય કે દિગ્દર્શક બધાજ આ એવોર્ડસ મેળવવા માગે છે.
ઇતિહાસ
વર્ષ 1929 ઓસ્કરની શરૂઆત થઈ હતી. આ એવોર્ડસને આપવા માટે એક ઓર્ગેનાઇઝેશન “ધ એકેડમી ઓફ મોશન પીકચર આર્ટ એન્ડ સાઇન્સ”ની સ્થાપના કરવામાં આવી. આ ઓર્ગેનાઈઝેશન આજે “ધ એકેડમી” તરીકે જાણીતું છે. માટે આ ઍવોર્ડસ ને “ધ એકેડમી ઍવોર્ડ” નામ આપવામાં આવ્યું . વર્ષ 1929 એ એવો સમય હતો જ્યારે હોલીવુડના એક પછી એક કૌભાંડ સામે આવતા હતા. ક્યાંક ડ્રગ્સના ઓવર ડોઝ તો ક્યાંક કોઇકની હત્યા જેવા ગુનાહ જોવા મળતા હતા. mgm નામની એક પ્રોડકશન કંપનીના માલિક “મેયર” દ્વારા એક એકેડમી બનાવવામાં આવી. જે આ એવોર્ડસ આપતી. જેથી હોલીવુડની લથળતી સ્થિતિ સુધરે. 1953માં પહેલી વખત અમેરિકામાં આ ઍવોર્ડ શો ટેલિવિઝન પર પ્રસારીત કરવામાં આવ્યો. 1969માં પહેલી વખત આ ઍવોર્ડ શો ને ઇન્ટરનેશનલ લેવલ પર પ્રસારીત કરવામાં આવ્યો.
ભારતનો ઇતિહાસ ઓસ્કરના ઇતિહાસમાં ઈટલી પહેલા ક્રમે છે. ઇટાલિયન ફિલ્મોએ 14 વખત આ એવોર્ડસ જીત્યા છે. ભારતની કોઈ પણ ફિલ્મે આ એવોર્ડ નથી જીત્યો. ભારત ની 3 ફિલ્મ આ ઍવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. વર્ષ 1957માં મધર ઈન્ડિયા, 1988માં સલામ બોમ્બે અને 2001માં લગાન પરંતુ 3 માંથી એક પણ આ એવોર્ડ જીતી નથી શકી. આ વર્ષે ભારતે ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો” ઓસ્કર માટે સબમિટ કરી હતી. આ ફિલ્મ શોર્ટ લિસ્ટ થઈ પરંતુ નોમિનેટ નથી થઈ.
ભારતે મેળવેલ ઓસ્કર
વર્ષ 1983માં પહેલી વખત ભારતની ભાનુ અથૈયા એ આ ઍવોર્ડ જીત્યો. તે ભારતની પ્રથમ વ્યક્તિ હતી જેમણે પોતાના નામે ઓસ્કર કર્યો. આ ઍવોર્ડ તેમણે ગાંધી ફિલ્મમાં બેસ્ટ કોસ્ટ્યૂમ માટે આપવામાં આવ્યો હતો. 1992માં સત્યજીત રેય ને માનદ ઍવોર્ડ આપવામાં આવ્યો. 2009માં એ. આર.રેહમાનને આ ઍવોર્ડ બેસ્ટ સોન્ગ “જય હો” ને માટે મેળવ્યો. તેજ સમયમાં “રેસુલ પુખુટ્ટી” ને બેસ્ટ સાઉન્ડ મિકસિંગ માટેનો ઍવોર્ડ આપવામાં આવ્યો . દુ:ખદ વાત એ છે કે ત્યાર બાદ તેમને બૉલીવુડમાં કામ જ ના મળ્યું. તેમજ આ વર્ષે ભારતે બે ઍવોર્ડ પોતાના નામે કર્યા. “RRR” ફિલ્મના “નાટુ નાટુ” સોન્ગ માટે અને બિજો “the elephant whisperers” નામની શોર્ટ ફિલ્મ માટે.
ઓસ્કર અનેક વખત અમુક બાબતોના કારણે ચર્ચામાં રહેલ છે. 2024માં ઓસ્કર મેળવવા માટે નવો ક્રાઇટ એરિયા નક્કી કરવામાં આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને હવેથી ઍવોર્ડસ આપવામાં આવશે.
Oscars 2023: “નાટુ નાટુ” સોન્ગે બધાને જુમવા પર કરી દિધા મજબુર. જબરદસ્ત હુટિંગના કારણે દિપીકા પણ અટકી.
ઓસ્કરના મંચ પર નાટુ નાટુ સોન્ગનું નામ સાંભડતા જ ખૂબ જ હુટિંગ થઈ. જેના કારણે ભારતીય અભિનેત્રી દિપીકા પાદુકોણ વારંવાર સ્પીચ આપતા અટકી હતી. દર્શકો દ્વારા નાટુ નાટુ સોન્ગ ને જે પ્રતિભાવ મળતો હતો તે દિપીકાના ચહેરા પર પણ સાફ દેખાઈ આવતો હતો.
નાટુ નાટુ એ જીત્યો ઓસ્કર
RRR ફિલ્મના નાટુ નાટુ સોન્ગ એ બેસ્ટ ઓરીજનલ સોન્ગ માટે નો ઍવોર્ડ જીતી લીધો છે. ભારત માટે ખુશી ના સમાચાર એ છે કે આ વર્ષે ભારતે બે ઓસ્કર પોતાના નામે કર્યા છે.ભારતને શોર્ટ ડોક્યુમેન્ટ્રી માટે પણ ઓસ્કર મળ્યો છે. શોર્ટ ડોક્યુમેન્ટ્રીમાં “ધ એલિફંટ વિસ્પર્સ” એ ઓસ્કર પોતાના નામે કર્યો છે.
RRR
RRR ફિલ્મએ રચ્યો ઇતિહાસ. ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ ની સાથે સાથે હવે ઓસ્કર પણ જીતી લીધો. એવોર્ડ જિતતા રામચરણ, જુનિયર એન.ટી.આર. અને એસ.એસ.રાજામૌલીના ચહેરા પર ખુશી નો પાર ન હતો. 95માં એકેડેમિ અવૉર્ડસમાં નાટુ નાટુ સોન્ગે પોતાનો ધ્વજ લહેરાવી દિધો.
શું બોલ્યા કિરાવાની?
એમ.એમ.કિરવાનીએ ઓસ્કરના મંચ પર ગીત ગાતા ગાતા કહ્યું કે આને સંભવ બનાવવા માટે આભાર. તેમણે સ્પીચમાં બધાનો આભાર માન્યો. ત્યારે તેમના ચેહરા પર ખુશી છલકી આવી હતી.બીજી બાજુ ઑસ્કરના મંચ પર ગાયક કાલ ભૈરવ અને હાલુ સિપ્લિગંજે નાટુ નાટુ સોન્ગ પર લાઈવ પર્ફોમનશ આપ્યું હતું.ઓસ્કરનું આયોજન અમેરિકાના લોસ એંજલિસે આવેલ ડોલબી થિયેટરમાં થયું હતું.
સાઉથ સુપર હીરો: અલ્લુ અર્જુનની “પુષ્પા 2 ધ રાઇઝ” એક અલગ અંદાજમાં જોવા મળશે.
સાઉથ સુપરહિટ “પુષ્પા” લોકોને ખૂબ જ ગમ્યું હતું. તેનો “મે જુકેગાનય સાલા” ડાઈલોગ તો નાના બાળકો માટે પણ એટલો જ પ્રિય બની રહ્યો હતો. ત્યારે પુષ્પા 2 પણ એક અલગ અંગજમાં સામે આવશે. ફિલ્મમાં ઘણા નાવ કેરેક્ટરસ જોવા મળશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તો અલ્લુ અર્જુન જ જોવા મળશે.
પુષ્પા 2 માં નવા કેરેક્ટર્સની એન્ટ્રી
પુષ્પા 2 માં રશ્મિકાની સાથે સાઈ પલ્લવીની પણ એન્ટ્રી જોવા મળી શકે છે. જોકે ફિલ્મ નિર્માતાઓ દ્વારા આને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ દ્વારા સાઈ પલ્લવી અને અલ્લુ અર્જુન પહેલી વાર સાથે જોવા મળશે. ફિલ્મમાં મેઇન વિલનની ભૂમિકામાં ફાહાધ ફાસીલની સાથે વિજય સેતુપતી જોવા મળશે. બંને વિલન કેરેક્ટર ફિલ્મને વધુ રસપ્રદ બનાવી શકે છે.
પુષ્પા ફિલ્મનું બજેટ
પુષ્પા 1નું બજેટ 170-250 કરોડ આજુબાજુ હતું. જ્યારે પુષ્પા 2નું બજેટ 400 કરોડ આજુબાજુનું છે. પુષ્પા 1 ડિસેમ્બરમાં રીલીઝ થઈ હતી અને પુષ્પા 2નું ટીઝર પણ એ સમયમાં જોવા મળી શકે છે. જુલાઇ 2023 સુધી પુષ્પા 2 દર્શકોને જોવા મળી જશે. પુષ્પા 1નું બોક્સ ઓફિસ પર ટોટલ કલેક્શન 350 થી 373 કરોડ રૂપિયાનું હતું.
પુષ્પા 3 ની જોવા મળશે ઝલક
પુષ્પા 2ના ક્લાઇમેક્સમાં પાર્ટ 3 ની ઝલક જોવા મળશે. જેવુ KGF 2માં જોવા મળ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે RRR અને KGFની જેમ પુષ્પા 2 પણ કેટલી હિટ જશે. સાઉથની આ ફિલ્મના ગીતો પણ ખૂબ હિટ ગયા હતા. KGFનું સલામ રોકી ભાઈ... આજ પણ ખૂબ લોક પ્રિય છે. RRRનું નાટુ નાટુ તો ઓસ્કર માટે શોર્ટ લિસ્ટ થયું છે. વાત પુષ્પા 1 ની કરીએ તો તેના ગીત શ્રીવલ્લી અને સામે સામેએ પણ ખૂબ ધમાલ મચાવી હતી. માટે દર્શકો પુષ્પા 2 ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
તું જૂઠી મે મક્કારે” કિંગખાનની “પઠાણ” ને IMBD માં છોડી પાછળ ‘તું જૂઠી મે મક્કારે’ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી. લગભગ 85 કરોડના બજેટ થી બનેલી આ ફિલ્મે પહેલા જ દિવસે 16 કરોડની કમાણી કરી ને સારી એવી શરૂઆત કરી છે. ફિલ્મ માં રણબીર કપૂર અને શ્રદ્ધા ને લોકોએ ખૂબ જ પસંદ કર્યા. શ્રદ્ધાએ 4 વર્ષ પછી મુખ્ય ભૂમિકામાં એન્ટ્રી કરી . જેને લોકો તરફ થી સારો એવો પ્રતિભાવ મળ્યો. “તું જૂઠી મેે મક્કાર” ફિલ્મે શાહરૂખાન ની સુપર હિટ ફિલ્મ “પઠાણ” ને પણ IMBD રેટિંગમાં પાછળ મૂકી છે.
IMBD રેટિંગ
શાહરુખખાનની ફિલ્મ પઠાણનું IMBD રેટિંગ 6.4% હતું જ્યારે “તું જૂઠી મેે મકકારનું” IMBD રેટિંગ 6.7% રહ્યું. આ ફિલ્મ આગળ કેટલી કમાણી કરશે તે જોવાનું રહ્યું. ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન 9 કરોડનું હતું. બીજા દિવસે કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે . આશા છે કે શનિવારે અને રવિવારે કલેક્શનમાં વધારો જોવા મળશે. તહેવારના કારણે ફિલ્મ ની ઓપનિગ સારી રહી તેમજ આગામી દિવસોમાં 17 માર્ચ સુધી કોઈ ફિલ્મો રિલીઝ થવાની નથી જેનો ફાયદો પણ ફિલ્મને થઈ શકે છે.
પઠાણ પછી ની ફિલ્મ
પઠાણ પછી ની આ ફિલ્મને દર્શકો તરફથી સારો એવો પ્રતિશાદ મળ્યો છે. પઠાણ બાદ આવેલી કાર્તિક આર્યનની “શેહઝાદા” અને અક્ષય કુમારની “સેલ્ફી” એ બોક્સ ઓફિસ પર સારી એવી પછડાટ ખાધી હતી. જ્યારે લવ રંજનની રોમ કોમ ફિલ્મ પર લોકોએ સારી એવી આશા રાખી હતી. જે મોટા ભાગે સંતોષાઈ છે.
ફિલ્મ નો બેસ્ટ પાર્ટ
મોટા ભાગના લોકોને ઇન્ટરવલ પછીનો ભાગ વધુ પસંદ આવ્યો છે. ફિલ્મ નું સંગીત અને ફિલ્મના ગીતો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. ફિલ્મનું એન્ડીંગ પણ ખૂબ જ સારું રહ્યું. ઓટીટીના સમયમાં ફિલ્મ દર્શકોને થોડીક લાંબી લાગી. હવે એ જોવાનું રહેશે કે ફિલ્મ તેનો ટાર્ગેટ પૂરો શકસે કે નહીં.
રાજકુમાર રાવ ની ‘ભીડ’ ટૂંક જ સમયમાં સિનેમા ઘરોમાં
‘ભીડ’ એ ભારતમાં 2020 કોવિડ-19ના સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. ડાયરેક્ટર અનુભવ સિંહા દ્વારા બનેલી આ ફિલ્મ માં રાજકુમાર રાવ , ભૂમિ પેડનેકર, દિયા મિર્ઝા, આશુતોષ રાણા અને પંકજ કપૂર જોવા મળશે. ભીડ 24 માર્ચે સિનેમા ઘરોમાં જોવા મળશે. આ ફિલ્મ લોકડાઉન સમયે કરવામાં આવેલ ભેદની કઠોર વાસ્તવિકતાનું ચિત્રણ છે. ફિલ્મના ટિઝરે ચાહકોમાં રુચી જગાડી છે અને લોકો ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.
જ્યારે ફિલ્મને રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ફિલ્મમાં લોકડાઉન માં લોકોને પડેલ મુશ્કેલીની વાત કેન્દ્રમાં છે.કોરોનાનો સમય વિશ્વમાં બધા માટે ખૂબ જ ખરાબ હતો. કેટલાય લોકો એ કોરોનાના સમયમાં પોતાના કોઈ સગા સબંધી કે ઘર પરિવારના સભ્યોને ખોયા છે.
લોકડાઉનના કારણે દેશમાં બનેલ ઘાટનો આ ફિલ્મમાં કલ્પનીક રૂપે જોવા મળશે. તે સમયે ભારતમાં મજૂરોને તેમના વતન પાછા જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી ઘટનાને જાણવા માટે લોકો વધુ આતુરતથી ફિલ્મનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મના ટિસરે લોકોમાં ખૂબ જ રુચી જગાડી છે.
ફિલ્મમાં રાજકુમાર રાવ એક પોલીસ મેનની ભૂમિકામાં જોવા મળશે. રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર આની પહેલા પણ એક ફિલ્મ ‘બધાઈ દો’માં સાથે જોવા મળ્યા હતા. લોકોએ તેમની જોડી ખૂબ પસંદ કરી હતી. તેમજ દિગ્દર્શક અનુભવ સિંહા પણ રા-વન, થપ્પડ અને આર્ટીકલ 15 જેવી ધમાકેદાર ફલ્મો આપી ચૂક્યા છે. ભીડના ટિઝરે પણ સકારાત્મક પ્રતીભાવ મેળવ્યો છે અને ટ્રેલરની રાહ લોકો જોઈ રહ્યા છે. 24 માર્ચે ફિલ્મ લોકોમાં કેવો પ્રતિસાદ મેળવે છે તે જોવાનું રેહશે.
હોળી પર બોલીવુડ સોંગ્સ એ મચાવેલ ધમાલ
હોળી એટલે રંગો નો તહેવાર લોકો એક બીજા ને રંગો લગાડીને, નાચ-ગાણા સાથે ખૂબ જ ખુશી થી આ તહેવાર ઉજવે છે. ત્યારે આપણી ખુશીમાં ચાર ચાંદ ભારતા બૉલીવુડ સોંગ્સ ને કેમ ભૂલી શકાય.જે વાગતાની સાથે જ લોકો મુકીને થનગનવા લાગે છે. તો આઓ જોઈ આવા જ અમુક સોંગ્સ
સોંગ 1
રંગ બરસે ભિગે ચુનરવાલી.. સીલસીલા ફિલ્મનું આ સોંગ નીકળતા જ લોકોમાં ખૂબ જ પ્રિય થયું હતું. આ સોંગ માં અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રેખા એ અદભૂત ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 14 ઓગસ્ટ 1981 માં રિલિઝ થઈ હતી આટલો સમય બાદ પણ હોળી નું નામ આવતા લોકો ના મુખે આ ગીત આવી જ જાય છે.
સોંગ 2 આજ ના છોડેંગે હમ ચુનરીયા.. કટી પતંગ ફિલ્મ નું આ સોંગ તે સમય માં લોકોમાં ખૂબ જ પ્રિય બન્યું હતું. સોંગ માં અભિનેતા રાજેશ ખન્ના અને અભિનેત્રી આશા પારેખ રંગો સાથે ખુબ જ સુંદર અભિનય કર્યો હતો. સોંગ ને અવાજ ભારતના જાણીતા ગાયક કિશોર કુમાર અને લત્તા મંગેશ્કરે આપ્યો હતો.
સોંગ 3
હોલી કે દિન દિલ મિલ જાતે હૈ.. શોલે ફિલ્મ નું આ સોંગ પણ તેના સમય માં ખૂબ જ લોક પ્રિય થયું હતું. સોંગ માં ધર્મેન્દ્ર અને અને હેમા માલિની ની જોડીએ લોકો ના દિલ જીતી લીધા હતા.
સોંગ 4
ડુ મી ફેવર લેટ્સ પ્લેય હોલી.... અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા દ્વારા “વક્ત-ધ રેસ અગૈનસ્ટ ટાઈમ” ફિલ્મ માં આ સોંગ પર સુંદર અભિનય કર્યો હતો. લોકો એ તેમની જોડી પણ ખૂબ જ પસંદ કરી હતી.
સોંગ 5
બલમ પિચકારી જો તુને મુજે મારી.. હોળી હોય અને રણબીર કપુર અને દિપીકા પાદુકોણ નું આ સોંગ સાંભળવા ન મળે એવું તો બને જ નઈ. યે જવાની હૈ દિવાની ફિલ્મ આવતા જ બંને દર્શકોમાં છવાઈ ગયા હતા. બંને ની જોડી લોકો એ ખુબ જ પસંદ કરી હતી. આજ પણ યંગ લોકોને આ ફિલ્મ અને તેનું સ્થળ “મનાલી” ખુબ જ લોક પ્રિય છે.
સોંગ 6
કહા હે બદ્રિકી દુલ્હનિયા.... બદ્રિકી દુલ્હનિયા ફિલ્મનું આ સોંગ ખુબ જ ચાલ્યું હતું. વરુણ ધવલ અને આલિયા ભટ્ટ ની જોડી તો હાલ પણ લોકો એટલી જ પસંગ કરે છે. બંને ની કેમેશ્ટ્રીએ બોક્સ ઓફિસ પર ખુબ ધામાલ મચાવી છે.
સોંગ 7
જય જય શીવ શંકર.... વોર ફિલ્મ ના આ સોંગ ને બોલિવૂડ ના બંને શ્રેષ્ઠ ડાંસરએ ખુબ જ સુંદર રૂપ આપ્યું છે. ઋત્વિક રોશન અને ટાઈગર શોર્ફ દ્વારા આ સોંગ પર અભિનય કરવામાં આવ્યું છે. જે ખુબ જ લોક પ્રિય બન્યું. આ સોંગ ‘આપ કી કસમ’ ફિલ્મ ના સોંગ જય જય શીવ શંકર પરથી બનાવવા માં આવ્યું છે.
સોંગ 8
હોલી બિરજમાં.... જિનિયસ ફિલ્મના આ સોંગ એ આવતા જ લોકો માં ખુબ લોક પ્રિયતા મેળવી હતી. જુબીન નોટિયાલ દ્વારા આ સોંગ ને સુંદર આવાજ અપાયો હતો. ઉત્કર્ષ શર્માએ આ સોંગ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉત્કર્ષ શર્મા અને ઈશિતા ની જોડી પણ દર્શકો ને ખુબ જ ગમી હતી.
પુલવામા શહીદોની પત્નીઓના ધારણા, ઈચ્છા મૃત્યુની કરી માંગ
પુલાવામા નામ સાંભળતા 14 ફેબ્રુઆરી 2019 નો ગોજારો દિવસ યાદ આવી જાય. જે ઘાતકી આતંકવાદી હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ હુમલામા કેટલાય ઘર પરિવાર ના ચિરાગ બુજાય ગયા. આ હુમલામાં શહીદ થયેલા ચાર જવાનોની પત્નીઓએ રાજસ્થાન સરકારના વચનો પુરા ન કરવા બદલ ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી છે. ભાજપના રાજ્યસભા સાંસદ કિરોરી મલ મીનાએ કહ્યું કે રાજ્યપાલ કલરાજ મિશ્રાને ઇચ્છામૃત્યુ માટેની અરજી કરવામાં આવી છે. મહિલાઓની સાથે મીના પણ છેલ્લા કેટલાક દિવસોથી વચનો નિભાવવાની માંગ સાથે ધારણા પર બેઠા હતા.
રાજ્યપાલને પણ મળી હતી મહિલાઓ
રાજ્યપાલને મળ્યા બાદ જ્યારે તેઓ મુખ્યમંત્રી આવાસ તરફ જતાં હતા ત્યારે પોલીસ તેમને રોક્યા હતા. મીનાએ આરોપ લગાવ્યો હતો કે પોલિસે મહિલાને ધક્કો માર્યો હતો, જેનાથી રોહિતાશ્વ લંબાની વિધવા પત્ની મંજુ જાટ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પીટલમાં દાખલ કારવા પડ્યા.
બીજેપી સાંસદે આરોપ લગાવતા કહ્યું હતું કે, શહીદોની માંગણી પૂરી કરવાને બદલે સરકાર દમન પર ઉતરી આવી છે. રાજસ્થાન સરકારે 25 લાખ રૂપિયા તથા એક પરિવાર સદસ્ય ને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. તેમજ શહીદ જવાનોના બાળકોને ટેકનિકલ એજ્યુકેશન, મેડિકલ, એન્જિનયરિંગમાં મફત શિક્ષણ આપવામાં આવશે. તેવી જ રીતે શાળામાં ભણતા બાળકોને દર વર્ષે રૂ. 1800 ની શિષ્યવૃતિ આપવામાં આવશે. કોલેજ, મેડિકલ, એન્જિનયરિંગ, ટેકનિકલ માટે આ રકમ વાર્ષિક રૂ. 3600 હશે. રાજસ્થાન રાજ્યના તે સમયના સૈનિક કલ્યાણ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ દ્વારા આવી ઘોષણા કરવામાં આવી હતી.
મહાઠગ સુકેશ લગાવ્યા અરવિંદ કેજરીવાલ પર મોટા આરોપ
Mahathug Sukesh made big allegations against Arvind Kejriwal
જેલમાં બંધીત મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લગાવ્યા અરવિંદવ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેંદ્ર જૈન મોટા આરોપ. સુકેશ કેજરીવાલ પર અલગ અલગ કોન્ટ્રેક્ટમાં 1000 કરોડ રૂપીયા કમિશન લેવાનો આરોપ લગાવ્યો . દિલ્લીની જેલ માં બંધીત શુકેસ ચંદ્રશેખરે પત્ર લખી મોટો ધડાકો કર્યો. શુકેસ ચંદ્રશેખરે કેજરીવાલ સરકાર પર બાળકોના શિક્ષણ ક્ષેત્રે પણ કાંડ કર્યાનું જણાવ્યું. સુકેશે કેજરીવાલ પર ટૈબ્લેટ કાંડના પણ આરોપ લગાવ્યા.સુકેશે દાવો કર્યો છે કે ટૈબ્લેટ વેચવાને લઈ ને જે કરાર થયો હતો, તેમાં ટૈબ્લેટ સુકેશ દ્વારા તે ચીનની કંપનીથી મંગવવામાં આવતા હતા.
શુકેસ ચંદ્રશેખરે પોતાના પત્રમાં એવા આરોપ લગાવ્યા કે બીજી કંપનીએ 20% કમિશન આપવા ની લાલચ આપતા કેજરીવાલે સરકારે ટેન્ડર માંને ન આપતા કોઈક બીજા ને આપવા નો નિર્ણય કર્યો. તેનો આરોપ છે કે શાળાના બાળકોની સ્ટેશનરી અને ટેબલમાં પણ કાંડ કરવામાં આવ્યા છે. સુકેશ ચંદ્રશેખરે અલગ અલગ કોન્ટ્રાક્ટ દ્વારા અરવિંદ કેજરીવાલ પર 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લગાવ્યો .
સુકેશ દાવો કરે છે કે 25 માર્ચ 2017 ના રોજ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેંદ્ર જૈને તેના જન્મ દિવસ પર “ યે દોસ્તી હમ નહીં છોડેંગે...” ગીત ગયું હતું પરંતુ પૈસાની લાલચમાં પોતાનું વચન તોડી નાખ્યું. સુકેશ એ કહ્યું કે કેજરીવાલ મને ઠગ કહે છે પરંતુ સૌથી મોટા કાંડ કરનાર એ જ છે. સુકેશ દાવો કરે છે કે આંતરરાષ્ટ્રીય અખબાર માં સરકારના વખાણ માટે નો આર્ટીકલ પણ મારા દ્વારા મનીષ સિસોદિયા અને સત્યેંદ્ર જૈને છપાવ્યો હતો.
સુકેશે પોતાના પત્રમાં લખ્યું કે ED એ જે રીતે મને કસ્ટડીમાં લીધો, ત્યાર બાદ મિસ્ટર ચાતુર્વેદી ને પણ બોલાવવામાં આવ્યા હતા જે મનીષના હવાલા ઓરેટર છે. તેણે જણાવ્યું કે મિસ્ટર ચતુર્વેદી, અરવિંદ કેજરીવાલ અને સત્યેંદ્ર જૈન માટે કામ કરતો હતો. 4 દિવસ પહેલા ED ની સામે પોતાના નિવેદનમાં તમારા સત્યેંદ્ર જૈન અને મિસ્ટર ચાતુર્વેદીએ આ રહસ્યો ખોલ્યા.
“અક્ષય કુમાર” સુપર હિટ થી સુપર ફ્લોપ ?
1991 માં સૌગંધ જેવી ફિલ્મ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અક્ષય કુમાર આજે એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહ્યા છે. કારકિર્દીના બીજા જ વર્ષમાં તેમણે ખિલાડી જેવી સુપર હિટ ફિલ્મ આપી. 2002 થી 2016 ના સમયમાં તેમની મોટા ભાગની ફિલ્મો સુપર હિટ હતી. જેમાં “હેરફેરી” થી માંડી ને “રૂસત્મ” જેવી ફિલ્મ 2 અબજ થી વધુ કામણી કરનાર બની હતી
છેલ્લે દર્શકોને પસંદ આવેલ હોય તેવી ફિલ્મ “સૂર્યવંશી” હતી ત્યાર બાદ અક્ષયે કોઈ પણ હિટ મૂવી આપી નથી. અક્ષય કુમારની છેલ્લે જ આવેલી “સેલ્ફી” ફિલ્મ સુપર ફ્લોપ ગઈ આ ફિલ્મનું બજેટ 110 કરોડ હતું. તેણે પહેલા દિવસે માત્ર 7 કરોડની કમાણી કરી. જ્યારે અક્ષયે આ ફિલ્મ માટેની ફીસ 35 કરોડ લીધી હતી.
જ્યારે “પઠાણ” જેવી ફિલ્મ આપી ને શાહરૂખખાને પોતાની કારકિર્દી ને નવો માર્ગ આપ્યો છે અને કાર્તિકઆર્યનની “સાહેજાદા” જેવી ફિલ્મ પણ ફ્લોપ ગઈ છે. પરંતુ કાર્તિકઆર્યન તો હજી તેની કારકિર્દીના શરૂઆતના સમયમાં છે. જ્યારે અક્ષયકુમાર તેની કારકિર્દીના 30 વર્ષ પૂર્ણ કરી ચૂકેલ છે. અક્ષયકુમારે રાષ્ટ્રભક્તિ ,પૃથ્વીરાજ જેવી ઐતિહાસિક, કોમેડી,એક્શન,રક્ષાબંધન જેવી પારિવારિક ફિલ્મ કરી પરંતુ તે પણ લોકો ને પસંદ આવી નહીં. અક્ષય કુમાર વર્ષ માં 3 ફિલ્મ લઈ ને આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમય થી એમની કોઈ પણ ફિલ્મ લોકો પસંદ કરતાં નથી. લાગી રહ્યું છે કે હવે કોન્ટેટી થી વધુ લોકો ક્વોલિટી વાળી ફિલ્મો વધુ પસંદ કરે છે.
શાહરૂખખાને પણ 4 વર્ષ સુધી વિરામ લઈ ને “પઠાણ” જેવી ફિલ્મ લાવ્યા જેણે બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડયા. અક્ષયકુમાર ને પોતાની ફિલ્મી કારકિર્દીના કારણે ભારત ના શ્રેષ્ઠ અવૉર્ડ પૈકી નો “પદ્મશ્રી” અવૉર્ડ મળેલ છે. જ્યારે દર્શકો અક્ષયની સુપરહિટ ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે, ત્યારે શું તે લોકો ની અપેક્ષાઓ પર ખરા ઉતરશે? એ જ મોટો સવાલ છે. અક્ષયકુમાર ની ફિલ્મો પૈકી કઈ ફિલ્મ તમને સૌથી વધુ પસંદ આવી અને કઈ ફિલ્મ તમને ફ્લોપ લાગી કમેંટમાં જરૂર જણાવજો.
બાદશાહ ના ચાહકો માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા
શાહરુખખાનની પત્ની ગૌરીખાન સામે લખનઉમાં FIR દાખલ કરવામાં આવી છે. શાહરુખખાનની પત્ની ગૌરીખાન એક મોટી મુસીબત માં ફસાઈ ગઈ છે. ગૌરીખાન સહિત 3 લોકો સામે લખનઉમાં FIR દાખલ કરવામાં આવી છે. ગૌરીખાન પર આ કેસ આઇપીસી ધારા 409 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના શું છે? આવો જાણીએ, ગૌરીખાન તુલસીઆની બિલ્ડર્સની બ્રાન્ડ એમ્બેસેડર છે.મુંબઈ ના રહેવાસી કિરીટ જસવંતશાહ નામ ના એક વ્યક્તિ એ આ પ્રોજેક્ટ નો લખનઉમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. વ્યક્તિ દાવો કરે છે કે અત્યાર સુધી 86 લાખ રૂપિયા આપવા છતા તેને ફ્લેટ નથી મળ્યો. ગૌરીખાન પર પૈસા પડાવી લેવાનો આરોપ લગાડતા લખનઉના પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ફરિયાદમાં વ્યક્તિ એ દાવો કર્યો છે કે સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં સ્થિત ફ્લેટ કોઈ અન્ય વ્યક્તિને આપી દેવામાં આવ્યો છે. ફરિયાદકર્તા એ ગૌરીખાન સહિત તુલસીઆની કન્શટ્રકશન અને ડેવલોપમેન્ટ લિમિટેડના CMD અનિલ કુમાર તુલસીઆની અને મહેશ તુલસીઆની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તા કહ્યું કે તેને ગૌરીખાન થી પ્રભાવિત થઈ ને ફ્લેટ ખરીદ્યો હતો, ગૌરીખાન તુલસીઆની કન્શટ્રકશન અને ડેવલોપમેન્ટ લિમિટેડની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી અને ત્યારે તેનું પ્રમોશન કરતી હતી અને તેના દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે લખનઉના ગોલ્ફ સિટી સેકટર 1 માં ફ્લેટ બનાવવામાં આવે છે. જેના થી પ્રભાવિત થઈ ને ફરિયાદકર્તા તરત જ ફ્લેટ ખરીદવા પહોંચ્યો ત્યાં તુલસીઆની કન્શટ્રકશન ના cmd એ ફ્લેટ ની કિમંત 86 લાખ રૂપિયા કીધી અને કહ્યું કે 2016 સુધી ફ્લેટ મળી જસે પરંતુ પૈસા ચુકવ્યા છતાં ફ્લેટ ન મળ્યો. તમને જણાવી દઈએ કે ગૌરીખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર રહી છે માટે તેમનું FIRમાં નામ સામેલ છે. ગૌરીખાનને આ બાબતે કોઈ જાણકારી નથી. ત્યાં શાહરુખખાન તેની ફિલ્મ પઠાણ ના કારણે ચર્ચામાં છે જ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડયા છે. ત્યારે ગૌરીખાનની વાત કરીએ તો તેમના તરફ થી હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો.
નરેન્દ્ર મોદી નો નોર્થ-ઈસ્ટ તરફ નો પ્રવાસ
Narendra Modi's North-East Tour
ત્રિપુરા,નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચુંટણીના પરીણામો આજે જાહેર થશે. ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. તેને સાચવવા માટે પાર્ટીએ કોઈ કસર છોડી નથી. મેઘાલયમાં ચુંટણી પહેલા ભાજપે તેને સત્તામાં લાવનાર નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સાથે લગભગ સંબંધ તોડી નાખ્યા. પાર્ટીએ મેઘાલયની તમામ 60 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે 2018માં માત્ર 2 બેઠકો હતી. વડાપ્રધાન 2017થી અત્યાર સુધીમાં 47 વખત ઉત્તર-પૂર્વેની મુલાકાત લઈ ચૂક્યા છે.
ચૂંટણી પહેલા તેમણે ત્રિપુરા, નાગાલેંડ અને મેઘાલયમાં 3 મોટી રેલીઓ કરી હતી. દર 15 દિવસે એક બીજા કેન્દ્રીય મંત્રી ચોક્કસ પણે ઉત્તર-પૂર્વના 8 રાજ્યોમાં પહોંચે. કેન્દ્ર સરકારે 2024-25 નું ઉત્તર-પૂર્વ માટે 5890 કરોડનું બજેટ દર્શાવ્યું છે. જે 2022-23 કરતાં 113% વધુ છે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભાજપે ચૂંટણી જીતવા ખૂબજ મહેનત કરી છે. ફેબ્રુઆરી મહિનામાં જ વડાપ્રધાને આ રાજ્યોની ત્રણ વખત મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ અહી મુલાકાત લઈ રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં 2003 માં અપવાદ ને બાદ કરતાં, 2016 સુધી ભાજપ ઉત્તર-પૂર્વના કોઈ પણ રાજ્યમાં સત્તામાં નહોતું. ગેગોંગ અપાંગ 2003માં થોડા મહિના માટે ભાજપમાં જોડાયા હતા. ત્યારે તેઓ અરુણાચલના સીએમ હતા.
તેનાથી વિપરીત આજે અહીંયા 8 માંથી 6 રાજ્યમાં ભાજપ આજે સત્તા પર છે. આસામ, ત્રિપુરા, અરુણાચલ અને મણિપુરમાં ભાજપના મુખ્યમંત્રી છે. નાગાલેંડ અને મેઘાલયમાં ભાજપ શાસક ગઠબંધનનો ભાગ છે. મિઝોરમ અને સિક્કિમમાં તણાવ છે, પરંતુ આ બે રાજ્યોમાં સરકાર ચલાવી રહેલા પક્ષો ભાજપ ના નેતૃત્વ હેઠળના નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ( NEDA)નો ભાગ છે.
છેલ્લી બે લોકસભા ચુંટણીના પરિણામો પણ દર્શાવે છે કે ભાજપે પૂર્વોતરમાં કેન્દ્રીય રાજકીય દળ તરીકે કોંગ્રેસનું સ્થાન લીધું છે. 2014માં બીજેપીએ નોર્થ ઈસ્ટમાં 32% સીટો જીતી હતી. 2019માં આ આંકડો વધીને 56% થયો.
જીવનમાં ખુશીના રંગો ભરતી હોળી
Holi fills life with colors of happiness
હોળી એ વસંતઋતુનો સૌથી વધુ રાહ જોવાતો અને આનંદદાયક તહેવાર પૈકીનો એક છે જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. તેને રંગો નો તહેવાર પણ કહેવાય છે. હોળીના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી છે. પર્યાવરણનું જતન થાય અને દરેક વ્યક્તિ સવસ્થ જીવન જીવે તે જરૂરી છે. લાકડાના ઉપયોગથી ઘણા વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જે પ્રયાવર્ણની સમસ્યામાં વધારો કરે છે ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ઘણી સોસાયટીમાં માત્ર છાણાંથી જ (વૈદિક) હોળી પ્રગટાવીને પર્યાવરણના સરંક્ષણ અને હિન્દુ સંસ્કૃતિની પરંપરાનો અનોખો સંદેશ આપી રહી છે.
આ વર્ષે હોળી 8 માર્ચ 2023 ના રોજ ઉજવવામાં આવશે. દેશભરમાં લોકો દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે રંગોનો તહેવાર ઉજવે છે. આ તહેવારને ડોલ પૂર્ણિમા, રંગવાલી હોળી, ધૂળેટી, ધૂલંડી, ફાગવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 2023નું શુભ મુહૂર્ત 2 કલાક અને 27 મિનિટનું માનવામાં આવશે, મંગળવાર, 7 માર્ચ 2023 ના રોજ 6:24 થી 8:52 સુધી ધાર્મિક વિધિ કરી શકાસે.
દેશના વિવિધ રાજ્યોમાં હોળી અલગ અલગ નામ થી અને શૈલી થી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હોળીને “રંગપંચમી” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવશે લોકો રંગ સાથે રમે છે, અને ઢોલના તાલે ગાય છે અને નૃત્ય કરે છે. પરંપરાગત મીઠાઇઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ પર મિજબાની કરે છે.રાજ્યના કેટલાક ભાગોમાં, શેરીઓમાં ગાવાની અને સંગીતના સાધનો વગાડવાની એક અનોખી પરંપરા પણ જોવા માળે છે. ઉત્તરપ્રદેશમાં હોળી ને લઠમાર હોળી અને મિલન હોળીના નામ થી પણ ઉજવવા માં આવે છે. ઉત્તર ભાગમાં હોળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવા માં આવે છે. લઠમાર હોળી (લકડીઓની હોળી) બરસાના અને નંદગાવના જોડિયા નગરોમાં ઉજવવામાં આવે છે, જે અનુક્રમે રાધા અને કૃષ્ણના નગરો તરીકે પણ ઓળખાય છે.
દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણ જે નાંદગાંવના રહેવાસી હતા અને વૃષભાનુના જમાઈ ગણાતા હતા તેઓ રાધા અને તેની શખીઓ સાથે હોળી રમવા બરસાના પ્રવેશ્યા, ત્યારે રાધા અને તેની શખીઓ દ્વારા લાકડીઓ અને રંગો વડે રમતિયાળ સ્વાગત કરવામાં આવ્યું. આ જ વલણને અનુસરીને દર વર્ષે હોળીના અવસરે, નંદગાંવના પુરુષો જેમને બરસાના જમાઈ તરીકે ગણવામાં આવે છે તેઓ બરસાનાની મુલાકાત લે છે અને સ્ત્રીઓ દ્વારા રંગો અને લાકડીઓ વડે તેમનું સ્વાગત કરવામાં આવે છે. બંને પક્ષો, નંદગાવના પુરુશો અને બરસાનાની મહિલાઓ દ્વારા ઉત્સવને સંપૂર્ણ રમુજ ઘડવામાં આવે છે.
વિડિયો ગ્રાફિ કરેલ સ્ક્રિપ્ટ
નમસ્કાર
હું છું અંકિતા વડોલિયા
આપ જોઈ રહ્યા છો, વાઈબ્સ ઓફ ઈન્ડિયા
ફૂટબોલ સ્ટાર્સ લકઝયુરિસ આઇટમ્સ ને લીધે અવાર નાવાર ચર્ચા માં આવતા રહે છે. વિશ્વ વિખ્યાત ફૂટબોલર લીઓનેલ મેસ્સી આવી જ એક ઘટના ના લીધે હાલ શૂરખીઓ માં છે. મેસ્સી તેના સાથી ખેલાડીઓને 24 કેરેટ ગોલ્ડના 35 આઈ-ફોન ગિફ્ટ કરસે. 2022 ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમના કેપ્ટને પોતાની જીત ને યાદગાર બનાવવા એક અનોખી ટૅક્નિક અપનાવી છે. આર્જેન્ટિનાની ટીમે ફિફા વર્લ્ડકપ જિતતાની સાથે જ અનોખો ઇતિહાસ રચી દીધો હતો. ફૂટબોલ વર્લ્ડકપની જીતની યાદગીરી રૂપે કેપ્ટન મેસ્સી એ તેના 35 સાથી ખેલાડી ફૂટબોલરોને 24 કેરેટ ગોલ્ડ નો આઈ-ફોન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું. મેસ્સીએ ખાસ તૈયાર કરાવેલ સ્માર્ટ ફોન પર ખેલાડીનું નામ તેમજ જર્સી નંબર પણ લખવામાં આવ્યો છે. મેસ્સીએ આ પ્રકારનો ખાસ ફોન તૈયાર કરવાનો ઓર્ડર પેરિસ મા જ ફર્મ ને આપ્યો હતો અને તે તૈયાર પણ થઈ ગયો છે. હવે ટૂંક જ સમય માં મેસ્સી તેના સાથી ખેલાડીઓ ને આ અનોખી ભેટ આપશે. આ કસ્ટમાઈઝ ફોન ની પાછળના ભાગમાં આર્જેન્ટિનાના ફૂટબોલ ફેડરેશન નો લોગો પણ છે અને વર્લ્ડકપ ચેમ્પિયન્સ 2022 પણ લખવામાં આવ્યું છે. આ ફોન તૈયાર કારાવા પાછળ મેસ્સી એ પોણા 2 લાખ પાઉન્ડ નો ખર્ચ કર્યો હોવાનું મનાય છે, જે ભારતીય રકમના પોણા 4 કરોડ જેટલી મનાય છે. વધુ સમાચાર માટે જોતાં રહો વાઈબ્સ ઓફ ઈન્ડિયા.
No comments:
Post a Comment