Wednesday, March 22, 2023

Mrs chatterjee Vs norway review

Mrs chatterjee Vs norway review : દમદાર છે મિસેઝ ચટર્ઝીની પરફૉમૅઁસ.Mrs chatterjee Vs norway : કોઈ પણ ડાયરેક્ટર માટે સાચી ઘટનાને સ્ક્રીન પર લાવવી હંમેશા પડકાર રૂપ રહ્યુ છે. મિસેઝ ચટર્જી વર્સેસ નોર્વે પણ એક સાચી ઘટના આધારીત ફિલ્મ છે. એટલુ જ નહી સાગરિકા ચાટર્જીના આ સફરને એક પુસ્તકનું પણ સ્વરૂપ આપવામાં આવ્યુ છે. આજ થી એક દસકા પહેલા નોર્વેમાં રહતા એક દંપતીના કેસે સમગ્ર દેશનાં મીડીયા ચેનલનું ધ્યાન આક્રષીત કર્યુ હતું. કેસ મુજબ નોર્વેના ચાઈલ્ડ વેલફેયર સર્વીસે આ દંપતીના બાળકોને પોતાની કસ્ટડીમાં લેતા આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાના બાળકોનુ વ્યવસ્થીત ઘ્યાન નહોતા રાખતા. બાળકોને પરાણે લઈ જવાથી તેની માતા એ એટલો વિરોઘ્ઘ કર્યો કે કેસ ઈન્ટરનેશલ લેવલ પર ચર્ચા માં આવી ગયો હતો. હવે તે જ કેસને ફિલ્મ સ્વરૂપે પરદા પર રજુ કરવામાં આવશે.સ્ટોરીનોર્વે દેશમાં પાછલા ચાર વર્ષથી પોતાના પતિની સાથે રહેતી સાગરિકાના જીવનમાં એ સમયે ભુકંપ આવી જાય છે જ્યારે તેના નાના બાળકોને ત્યાંની સરકારની ચાઈલ્ડ વેલફેર સોસાયટી દ્વારા લઈ જાવામાં આવે છે. ચાઈલ્ડ વેલફેર સોસાયટી દ્વારા એવા આરોપ લગાડવામાં આવ્યા કે સાગરિકા પોતાના બાળકોની દેખરેખ કરવા માટે અસમર્થ છે તે માનસીક રીતે અસ્થીર છે. ત્યાંજ બીજી બાજુ એક નોર્વે દંપતીએ તે બાળકોને દતક લઈ લીધા. સાગરિકા પોતાના બાળકોને પાછા લાવવા માટે ચાર વર્ષ સુધી કેટલી મહેનત કરે છે તે ફીલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે. કિરદાર ફિલ્મના નામ થી જ જાણ થાય છે કે ફિલ્મનો પુરૂ ભારણ રાની મુખર્જી પર છે. રાનીના પતિનો કિરદાર અનિર્બન ભટ્ટાચાર્ય નીભાવે છે.વકીલ નો કિરદાર જીમ સરભ નીભાવે છે. ફિલ્મ 17 માર્ચે સીનેમા ઘરોમાં જોવા મળશે.આ જ તારીખે અન્ય કેટલીક ફિલ્મો સીનેમા ઘરોમાં આવાની છે. કઈ ફિલ્મ ચાલશે અને દર્શકો ને જોવી ગમશે તે જોવાનુ રેહશે.

No comments:

Post a Comment

NSS CAMP

🔴 ચોથો દિવસ    ➡️તારીખ: 23 /4/ 2023 રવિવારના રોજ એનએસએસ શિબિરનું ચોથો દિવસ હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રભાત ફેરી કરી હતી એ પછી સફાઈ કરી હતી...