Wednesday, March 22, 2023

IIT મુંબઈ

IIT મુંબઈ: દર્શન સોલંકીની આત્મ હત્યા પાછળ જાતિગત ભેદભાવ હતો કે નહીં ? સમિતિએ આપ્યો જવાબ 
દર્શને લગભગ 3 મહિના પહેલા IIT માં પ્રવેશ લીધો હતો. દર્શન ત્યાં થી કેમિકલ્સમાં બીટેક નો અભ્યાસ કરતો હતો.16 ફેબ્રુઆરીના રોજ દર્શને હોસ્ટેલના સાતમાં માળે થી છલાંગ લગાવીને મૌલિક રીતે આત્મહત્યા કરી હતી.
 
IIT મુંબઈમાં પાછલા મહિને એક છાત્રએ કરેલ આત્મહત્યા બાબતે જાતિગત ભેદભાવના દ્રષ્ટિકોણ ને નકારવામાં આવ્યો છે. 12 સભ્યોની કપાસ સમિતિએ જાતિગત ભેદભાવના દ્રષ્ટિકોણને નામંજૂર કર્યો છે. સમિતિએ એવું કહ્યું કે આત્મહત્યાનું કારણ શૈક્ષણીક પ્રદશન સારું ન હોવું બની શકે. જોકે દર્શનના પરિવારે આરોપ લગાડ્યા છે કે આઇઆઇટીના અન્ય વિધ્યાર્થીઓ તેને હેરાન કરતાં હતા કેમ કે તે એસસી જાતિનો હતો. પરિવારવાળાનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં સુનિયોજિત હત્યા છે.
 
પરિવારે કહ્યું - આત્મહત્યા નહીં સુનિયોજિત હત્યા છે 
આ આત્મહત્યા નહીં પરંતુ સુનિયોજિત હત્યા છે. પરિવારના સદસ્યોનો આરોપ છે કે દર્શન ને જાતિના કારણે હેરાન કરવામાં આવતો હતો. મૃતક દર્શનના પરિવારે ન્યાય અને વિસ્તૃત તપાસની માંગ કરી છે. મૃતક દર્શન સોલંકીની બહેન જાનવીએ કહ્યું કે શરૂઆતમાં બધુ બરાબર હતું. પરંતુ એક વાર તેમણે જાણ થઈ કે દર્શન એસસી સમુદાયથી છે તો એની સતામણી કરવાનું શરૂ કરી દીધું.
 
તપાસ સમિતિએ નકર્યો જાતિગત ભેદભાવ નો દ્રષ્ટિકોણ 
ત્યાં જ પુરી ઘટનાની તપાસ કરવા IIT મુંબઈના 12 સભ્યોની એક ટુકડી તૈયાર કરવામાં આવી હતી જેમને પરિવાર દ્વારા લગાડવામાં આવેલા આરોપ ને નામંજૂર કરવામાં આવ્યા છે.પરિવરવાળાએ કહ્યુંકે દર્શન ક્યારેય આત્મહત્યા કરી જ ના શકે, જે લોકો આત્મ હત્યા કરવાનું વિચારે તેને દર્શન ખિજાતો હતો અને દર્શન ખૂબ જ હોશિયાર વિધ્યાર્થી હતો. તેને ધોરણ 10માં 83% હતા.

No comments:

Post a Comment

NSS CAMP

🔴 ચોથો દિવસ    ➡️તારીખ: 23 /4/ 2023 રવિવારના રોજ એનએસએસ શિબિરનું ચોથો દિવસ હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રભાત ફેરી કરી હતી એ પછી સફાઈ કરી હતી...