પુલાવામા નામ સાંભળતા 14 ફેબ્રુઆરી 2019 નો ગોજારો દિવસ યાદ આવી જાય. જે ઘાતકી આતંકવાદી હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ હુમલામા કેટલાય ઘર પરિવાર ના ચિરાગ બુજાય ગયા. આ હુમલામાં શહીદ થયેલા ચાર જવાનોની પત્નીઓએ રાજસ્થાન સરકારના વચનો પુરા ન કરવા બદલ ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી છે.
ભાજપના રાજ્યસભા સાંસદ કિરોરી મલ મીનાએ કહ્યું કે રાજ્યપાલ કલરાજ મિશ્રાને ઇચ્છામૃત્યુ માટેની અરજી કરવામાં આવી છે. મહિલાઓની સાથે મીના પણ છેલ્લા કેટલાક દિવસોથી વચનો નિભાવવાની માંગ સાથે ધારણા પર બેઠા હતા.
રાજ્યપાલને પણ મળી હતી મહિલાઓ
રાજ્યપાલને મળ્યા બાદ જ્યારે તેઓ મુખ્યમંત્રી આવાસ તરફ જતાં હતા ત્યારે પોલીસ તેમને રોક્યા હતા. મીનાએ આરોપ લગાવ્યો હતો કે પોલિસે મહિલાને ધક્કો માર્યો હતો, જેનાથી રોહિતાશ્વ લંબાની વિધવા પત્ની મંજુ જાટ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પીટલમાં દાખલ કારવા પડ્યા.
બીજેપી સાંસદે આરોપ લગાવતા કહ્યું હતું કે, શહીદોની માંગણી પૂરી કરવાને બદલે સરકાર દમન પર ઉતરી આવી છે. રાજસ્થાન સરકારે 25 લાખ રૂપિયા તથા એક પરિવાર સદસ્ય ને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. તેમજ શહીદ જવાનોના બાળકોને ટેકનિકલ એજ્યુકેશન, મેડિકલ, એન્જિનયરિંગમાં મફત શિક્ષણ આપવામાં આવશે. તેવી જ રીતે શાળામાં ભણતા બાળકોને દર વર્ષે રૂ. 1800 ની શિષ્યવૃતિ આપવામાં આવશે. કોલેજ, મેડિકલ, એન્જિનયરિંગ, ટેકનિકલ માટે આ રકમ વાર્ષિક રૂ. 3600 હશે. રાજસ્થાન રાજ્યના તે સમયના સૈનિક કલ્યાણ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ દ્વારા આવી ઘોષણા કરવામાં આવી હતી.
No comments:
Post a Comment