વુમન્સ-ડે એટલે 8 માર્ચે ઉજવાતો વિશ્વ નારી દિવસ. આ દિવસે આપણે પોતાની પત્ની, માતા, પુત્રી કે બહેનને ખુશ કરવા કઈક ને કઈક કરશું. એક દિવસ માટે આપણે બધા ફોટોસ પાડીશું , વિડીયો બનાવીશું કે રીલ્સ બનાવીને સોશીયલ મીડિયા પર મૂકી દઈશુ. જેનાથી આપણી આસપાસની સ્ત્રીને કઈ ફરક પડતો હોય તેવું લાગતું નથી. વુમન્સ-ડેના દિવસે તમે સ્ત્રીને તેની મનગમતી વસ્તુ આપશો નવા- નવા કપડાં લઈ આપશો, મૂવી જોવા લઈ જશો, શોપિંગ કરાવશો. આ બધીજ વસ્તુ તો સામાન્ય દિવસમાં પણ લોકો કરતાં જ હોય છે. તો આ વુમન્સ-ડે કઈક અલગ કરીએ તો કેવું રહે ?
વચન 1
ગિફ્ટ આપવીજ હોય તો ઘરમાં મમ્મી,બહેન કે પત્નીને એક વચન આપીએ. કે હું આ જીવન નારીનું સમ્માન કરીશ.
વચન 2
એક પતી તેની પત્નીને વચન આપી શકે કે હું જેટલું મારા માતા-પિતા નું સમ્માન કરું છું. તેટલુંજ તારા માતા-પિતાનું સમ્માન કરીશ.તારી જીવનની કપરી પરિસ્થતિમાં તારી સાથે ઊભો રહીશ. અને આ જીવન તને ખુશ રાખવા પ્રયત્ન કરીશ.
વચન 3
તારી સાથે ક્યાંય અન્યાય થશે તો તને ન્યાય અપાવવા પૂરો પ્રયત્ન કરીશ.
વચન 4
આ નારી દિવસે એક એવો સંકલ્પ લઈએ કે મારા કારણે ક્યારેય નારી બચાવો કે બેટી બચાવો ના નારા નહીં લાગે. જો આવું થાય તો બધા જ દિવસ નારી દિવસ હશે અને બધી જ સ્ત્રીઓ સુરક્ષિત રહેશે. અને આ બાબતો માત્ર ઘરની સ્ત્રી માટે નહીં પરંતુ આપણી આસપાસની તામામ સ્ત્રીઓ માટે જીવનમાં ઉતારીએ.
વચન 5
ક્યારેય કોઈ સ્ત્રીને ખરાબ નજરે નહીં જોઉ અને તેની સુરક્ષા જાળવવા બનતા તમામ પ્રયત્ન કરીશ.
મોંધી મોંધી ગિફટો આપી કે બહાર ફરવા લઈ જઈ ને ખુશી તો મળે જ છે. પણ માત્ર થોડા સમય પુરતી. પછી તેની સાથે થતાં અવ્યવહારૂ વર્તન તેને ક્યારેય ખુશ રહેવા દેતા નથી. આપણી આજુ બાજુ કેટલીય એવી પરણિત સ્ત્રીઓ હશે. જે કોઈ પણ કારણે તેના પિયર નહીં જઈ સકતી હોય તો આ નારી દિવસે એવું કઈક કરીએ કે આપણે આપણો ઇગો સાઈડમાં મૂકીને તેને તેના પિયર જવા દઈએ. કેમ કે પિયર તો કોને વહાલું ન હોય. ત્યાંની બાળપણની યાદો તેના જીવનની યાદગાર પળો તાજી કરી દેય છે .
નારી ને લગતી સન્માનનીય વાતો કે કહેવતો માત્ર પુસ્તકો માં જ ન રહી જાય તેવું કઈક કરીએ. આજે સ્ત્રી અનેક ક્ષેત્રે આગળ વધી રહી છે. જ્યાં તેને અનેક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. ઊંચા સ્થાને પહોંચતા સ્ત્રીને તેની સફળતા માટે કરેલ પ્રત્યનો બિરદાવવાને બદલે વિભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે. જે યોગ્ય નથી. તો ચાલો આ નારી દિવસે એક સંકલ્પ કરીએ કે નારી નું સમ્માન જાળવીશું અને તેને આ જીવન સફળ થવા માટે મદદ રૂપ થઈશું.
No comments:
Post a Comment