ગુડીપડવા અને ચેટી ચાંદની ઉજવણી
માતાજીના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની આજથી શરૂઆત થઇ ગઇ છે.ચૈત્ર નવરાત્રીની સાથે જ મહારાષ્ટ્રીયન લોકો પોતાના નવા વર્ષ ગુડીપડવા અને સિંધી લોકો ચેટીચાંદની ઉજવણ કરશે. ગુડી પડવાના દિનસે લીમડાના પાંદનો રસ પીવાનુ ખુબ મહત્વ રહેલુ છે. કહેવાય છે કે લીમડાનો રસ પીવાથી બારેમાસ નીરોગી રહેવાય છે.
ચૈત્ર સુદ એકમ એટલે ગુડીપડવો અને મરાઠીઓના નવા વર્ષનો પ્રથમ દિવસ. ગુડીપડવાની પાછળ એક દંતકથા પ્રચલીત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે પાછા અયોધ્યા ફર્યા હતા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી.અયોધ્યા નગરીના લોકો ઘરે-ઘરે ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડીપડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે.ગુડીપડવાને “વર્ષ પ્રતિપદા” તરીકે પણ ઓળખવામા આવે છે. સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબત નો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દ્રષ્ટિ એ કેટલાક મુહૂર્ત વણજોયા કે સાડા ત્રણ મુહૂર્ત તરીકે જાણીતા છે. ગુડીપડવાનો દિવસ આ સાડા ત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવુ પંચાંગ પણ શરૂ થાય છે.
મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિક્રુતિ તૈયાર કરી આસપાસ રંગોળી કરવામા આવે છે. ગુડી માટે પિત્તળ કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફુલનો હાર વગેરે સામગ્રી લેવામા આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફિટ બાંધી તેના પર લોટો ઊંધો મુકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાને હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે.
સિંધી લોકો દ્વારા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ “સિંધીયત જો ડીંહુ(દિવસ) ચેટી ચંડ” અથવા “સિંધી દિન” તરીકે ઉજવે છે. આ દિવસને તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની “ઝૂલેલાલ બહરણો સાહબ” સ્વરૂપે શાહી સરઘસ કાઢવામા આવે છે. આ સરઘસમાં સિંધીઓ “ઝૂલેલાલ બેડાપાર”ના નારા લગાવે છે.
No comments:
Post a Comment