Wednesday, March 22, 2023

મારો છેલ્લો પ્રેમ

મારો છેલ્લો પ્રેમ..... 92 વર્ષની ઉમરે 5માં લગ્ન કરશે આ અરબપતિ.
મિડિયા ટાઇકુન રૂપર્ટ મર્ડોક હવે પાંચમી વખત લગ્ન કરવા તૈયાર છે. તેમણે સગાઇ ની ઘોષણા કરી. આ વખત તેઓ 66 વર્ષીય મહિલા સાથે લગ્ન કરશે. બન્ને એ પોતાના સંબધ અંગે જાહેરાત કરી. મર્ડોકે જણાવ્યું પ્રપોઝ કરતી વખતે તે કેટલા ઘભરાયેલા હતા.
 
મિડિયા ટાઇકુન રૂપર્ટ મર્ડોકે પાંચમી વખત લગ્નની જાહેરાત કરીને બધાને આશ્ચર્યમા મુકી દીધા છે.તેમણે પોતાની સાથી “એન લેસલી સ્મિથ” સાથે સગાઇની ઘોષણા કરી. લેસલી પોલીસ અધિકારિઓના કાઉંસલિંગનુ કામ કરતી હતી. લગ્નની જાહેરાત લોકોને આશ્ચર્યમા મુકનારી એટલે પણ છે કેમકે મર્ડોકની ઉમર 92 વર્ષની છે. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરીકાના કૈલિફોર્નિયામાં એક ઇવેંટ દરમિયાન 66 વર્ષીય લેસીલને મળ્યા હતા.

 તેમણે પોતાના પ્રકાશનો પૈકી એક “ન્યુયોર્ક પોસ્ટ”મા કહ્યુ “મને પ્રેમમાં પડવાથી ડર લાગે છે”. જોકે મને ખબર હતી કે આ મારો છેલ્લો પ્રેમ હશે. તે સારુ હશે. મર્ડોક ગયા વર્ષે જ પોતાની ચોથી પત્ની “જેરી હોલ”થી અલગ થયા. ત્યાંજ લેસલી સ્મિથને લઇને તેમણે કહ્યુ કે તેઓ લેસલીને પ્રપોઝ કરતી વખતે ખુબ જ ઘભરાયેલા હતા. લેસલીની વાત કરીએતો તેમના પતિનુ મ્રુત્યુ થઈ ગયુ છે. તેણી અત્યારે ગાયીકા અને રેડિયો ટીવી એગ્જીક્યુટીવ છે.

મર્ડોકની સાથે સંબધને લઇને લેસલી કહ્યુ કે “અમારા બન્ને માટે આ ભગવાન તરફથી ભેટ છે”. અમારી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થઇ હતી. હું પાછલા 14 વર્ષથી વિધવા છુ.મારા પતિ પણ રૂપર્ટની જેમ ઉધ્યોગ પતિ હતા. માટે હું તેમની ભાષા બોલી શકુ છુ.અમારા વિચારો પણ એક સમાન છે.મર્ડોકને આગલા ત્રણ લગ્નથી 6 બાળકો છે. એક રિપોર્ટ અનુસાર તેઓ આવતા વર્ષે લગ્ન કરશે.

No comments:

Post a Comment

NSS CAMP

🔴 ચોથો દિવસ    ➡️તારીખ: 23 /4/ 2023 રવિવારના રોજ એનએસએસ શિબિરનું ચોથો દિવસ હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રભાત ફેરી કરી હતી એ પછી સફાઈ કરી હતી...