➡️ આજે રોજ શિબીર ના બીજા દિવસે અમે સવાર માં 5:45 ના સમયે પ્રભાત ફેરી કાઢી હતી. ત્યારબાદ 8:00 વાગે અમે બધાએ કેમ્પસ સફાઈ એ સાથે મળી ને કરી હતી. ત્યારબાદ સવારે 10:30 એ દિલીપ સિંહ સર નું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં 21 April એ રાષ્ટ્રીય જન સંપર્ક દિવસ નિમિતે તેમના દ્રારા એ અમને માહિતી આપવામાં આવી હતી અને તેમના વિશે પણ થોડી થોડી એ માહીતી આપી હતી ત્યાબાદ આભાર વિધી કરી ને અમે બધાં સાથે એ જમવા માટે ગયા હતાં. પછી અમને 1થી 4 એ આરામ માટે એ સમય આપ્યો હતો. પછી સાંજે અમે ચા નાસ્તો કરી ને નિલેશભાઈ નું લેક્ચર એ રાખવામાં આવ્યું હતું.
➡️ પછી ત્યાંથી અમે સાંજે બધાં ભેગા મળી ને વાડીએ ગયાં હતાં અને ત્યાં અમે અલગ અલગ વૃક્ષ જેવાં કે આબો, રાયણ, કાત્રા નું ઝાડ , ચંદન નું વૃક્ષ પણ જોવા મળ્યું હતું. પછી અમે સાથે રાતનું ભોજન કર્યું અને ત્યારબાદ આજ રોજ અમને શું નવું જોવા મળ્યું તેની એ ચર્ચા કરી હતી.
🔴 ત્રીજો દિવસ
➡️ આજ રોજ દરરોજ ની જેમ સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ત્યારબાદ 8 વાગતાં સમૂહ સફાઈ એ કરવામાં આવી હતી. ગામના ચોક માં જઈને અમારા દ્રારા સફાઈ એ સાથે મળી ને કરી હતી. ત્યાર પછી વ્યાખ્યાન નું એ આયોજન કરવામાં આવ્યુ હતું. જેના વક્તા મુકેશભાઈ અને રજનીકાંત ભાઈ હતાં. તેમણે T.B અને HIV એડીડ્સ વિશે માહિતી પુરી એ પાડી હતી. અને તે વિદ્યાપીઠ માં MSW ના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ હતાં. તેમના દ્રારા 100 પ્રકારના કેન્સર ના પ્રકાર પણ જણાવ્યાં હતાં અને બાળકોમાં બ્લડ કેન્સરમાં વધારો કેમ જોવા મળે છે તે પણ જણાવ્યું હતું. તે લિંક વર્કશ સ્કીમ પ્રોગ્રામ પણ કરે છે.0 -18 વર્ષની ઉંમર માં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ પણ ચાલે છે તે જણાવ્યું હતું. તેમના દ્રારા ઘણી બધી માહિતી આપી હતી.
➡️ મુકેશભાઈ અને રજનીકન્તભાઇ, નિર્મલાબેન તારીખ 22 એપ્રિલના મુખ્ય મહેમાન હતા. અનિલભાઈ ના પુત્ર મિત સાથે વિશેષ મુલાકાત લીધી.
➡️ મુકેશભાઈ દ્વારા સુરેન્દ્રનગરના ગામડામાં શાળાની ભૂતકાળની સ્થિતિ અંગે વાત કરી. કરશનભાઇએ કરેલા કાર્યો કહ્યા.ઉત્કર્ષ ngo ની કામગીરી અંગે કહ્યું. કેન્સર રોગ વિશે માહિતી આપી. 18 વર્ષથી નાની વયના બાળકો માટે ગુજરાત સરકારની યોજના મુજબ ફ્રી સારવાર અંગે માહિતી મેળવી. 0 થી 18 વર્ષના બાળકો માટે ઉત્કર્ષ ngo દ્વારા કેન્સર પીડિત બાળકો અને તેમના વાલી માટે ફ્રી માં રહેવાની અને જમવાની સુવિધા આપવામાં આવે છે.
➡️ ગુજરાતમાં જામનગર થી મહુવા વિસ્તારના બાળકોમા કેન્સર નું પ્રમાણ ખુબ જોવા મળે છે. જેમાં સૌથી વધુ બ્લડ કેન્સર જોવા મળે છે. આ આખો પ્રોગ્રામ સેવાકીય છે. લીંકવર્કર સ્કીમ તેમનું મુખ્ય કાર્ય છે. જેમાં HIV જેવા ગંભીર રોગનુ નિદાન કરવામાં આવે છે. HIV નો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ જણાવી.
➡️ રજનીકાંતભાઈએ તેમના કાર્ય અને જીવંત પ્રસંગો અંગે માહિતી આપી. HIV કેવી રીતે ફેલાય છે તેમજ તેના પાયાના કારણો અંગે માહિતી આપી.
➡️ ત્યાર બાદ અમે સંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયારી કરી હતી. આજ સાંજે ગ્રામ સંપર્કમાં નીકળ્યા હતા જેમાં ગામ ગામની અત્યારે હાલની સ્થિતિ વ્યવસાય અને કોમી એકતા વિશે માહિતી મેળવી હતી. જેમાં મુખ્યત્વે ખેતી અને પશુપાલન ની વ્યવસાય કરવામાં આવે છે તેવું અમને મુલાકાત દ્વારા જાણવા મળ્યું. એમના લોકો સરકારી નોકરીમાં ખૂબ જ ઓછા લોકો રસ દાખવે છે.
No comments:
Post a Comment