ઓસ્કરએ દુનિયાના પ્રખ્યાત ઍવોર્ડસ માનો એક ઍવોર્ડ છે. જેને મળવવો આજ દરેક ફિલ્મી સિતારાઓનું સપનું છે. તમને જાણીને નવાઈ લગશે કે ઓસ્કર એ તેનું સાચું નામ નથી તેનું સાચું નામ “ધ એકેડમી ઍવોર્ડસ” છે. હોલીવુડની લથળતી સ્થિતિ સુધારવા માટે આ એવોર્ડસ ને બનાવવામાં આવ્યો. હાલ તે એટલો પોપ્યુલર બની ગયો છે કે દુનિયાભરના ફિલ્મ નિર્દેશક હોય કે દિગ્દર્શક બધાજ આ એવોર્ડસ મેળવવા માગે છે.
ઇતિહાસ
વર્ષ 1929 ઓસ્કરની શરૂઆત થઈ હતી. આ એવોર્ડસને આપવા માટે એક ઓર્ગેનાઇઝેશન “ધ એકેડમી ઓફ મોશન પીકચર આર્ટ એન્ડ સાઇન્સ”ની સ્થાપના કરવામાં આવી. આ ઓર્ગેનાઈઝેશન આજે “ધ એકેડમી” તરીકે જાણીતું છે. માટે આ ઍવોર્ડસ ને “ધ એકેડમી ઍવોર્ડ” નામ આપવામાં આવ્યું . વર્ષ 1929 એ એવો સમય હતો જ્યારે હોલીવુડના એક પછી એક કૌભાંડ સામે આવતા હતા. ક્યાંક ડ્રગ્સના ઓવર ડોઝ તો ક્યાંક કોઇકની હત્યા જેવા ગુનાહ જોવા મળતા હતા. mgm નામની એક પ્રોડકશન કંપનીના માલિક “મેયર” દ્વારા એક એકેડમી બનાવવામાં આવી. જે આ એવોર્ડસ આપતી. જેથી હોલીવુડની લથળતી સ્થિતિ સુધરે. 1953માં પહેલી વખત અમેરિકામાં આ ઍવોર્ડ શો ટેલિવિઝન પર પ્રસારીત કરવામાં આવ્યો. 1969માં પહેલી વખત આ ઍવોર્ડ શો ને ઇન્ટરનેશનલ લેવલ પર પ્રસારીત કરવામાં આવ્યો.
ભારતનો ઇતિહાસ
ઓસ્કરના ઇતિહાસમાં ઈટલી પહેલા ક્રમે છે. ઇટાલિયન ફિલ્મોએ 14 વખત આ એવોર્ડસ જીત્યા છે. ભારતની કોઈ પણ ફિલ્મે આ એવોર્ડ નથી જીત્યો. ભારત ની 3 ફિલ્મ આ ઍવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. વર્ષ 1957માં મધર ઈન્ડિયા, 1988માં સલામ બોમ્બે અને 2001માં લગાન પરંતુ 3 માંથી એક પણ આ એવોર્ડ જીતી નથી શકી. આ વર્ષે ભારતે ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો” ઓસ્કર માટે સબમિટ કરી હતી. આ ફિલ્મ શોર્ટ લિસ્ટ થઈ પરંતુ નોમિનેટ નથી થઈ.
ભારતે મેળવેલ ઓસ્કર
વર્ષ 1983માં પહેલી વખત ભારતની ભાનુ અથૈયા એ આ ઍવોર્ડ જીત્યો. તે ભારતની પ્રથમ વ્યક્તિ હતી જેમણે પોતાના નામે ઓસ્કર કર્યો. આ ઍવોર્ડ તેમણે ગાંધી ફિલ્મમાં બેસ્ટ કોસ્ટ્યૂમ માટે આપવામાં આવ્યો હતો. 1992માં સત્યજીત રેય ને માનદ ઍવોર્ડ આપવામાં આવ્યો. 2009માં એ. આર.રેહમાનને આ ઍવોર્ડ બેસ્ટ સોન્ગ “જય હો” ને માટે મેળવ્યો. તેજ સમયમાં “રેસુલ પુખુટ્ટી” ને બેસ્ટ સાઉન્ડ મિકસિંગ માટેનો ઍવોર્ડ આપવામાં આવ્યો . દુ:ખદ વાત એ છે કે ત્યાર બાદ તેમને બૉલીવુડમાં કામ જ ના મળ્યું. તેમજ આ વર્ષે ભારતે બે ઍવોર્ડ પોતાના નામે કર્યા. “RRR” ફિલ્મના “નાટુ નાટુ” સોન્ગ માટે અને બિજો “the elephant whisperers” નામની શોર્ટ ફિલ્મ માટે.
ઓસ્કર અનેક વખત અમુક બાબતોના કારણે ચર્ચામાં રહેલ છે. 2024માં ઓસ્કર મેળવવા માટે નવો ક્રાઇટ એરિયા નક્કી કરવામાં આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને હવેથી ઍવોર્ડસ આપવામાં આવશે.
No comments:
Post a Comment