સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ટૂંક સમયમાં ગુજરાતની પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે જેણે તાપી(Tapi) બ્રાન્ડ નેમથી પેકેજ્ડ પીવાના પાણી (packaged drinking water)નું ઉત્પાદન કરશે. મ્યુનિસિપલ અધિકારીઓ પાણીના માર્કેટિંગ અને પેકેજિંગ માટે સુમુલ ડેરીની મદદ લેશે, જ્યારે એસએમસી પાણી પૂરું પાડશે.
20 માર્ચના રોજ એસએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે પાણી વિભાગના અધિકારીઓ સાથે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, એમડી અરુણ પુરોહિત અને અન્ય અધિકારીઓ સાથે સુરત અને તાપીમાં પેકેજ્ડ પીવાના પાણી અંગે બેઠક યોજી હતી. એસએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેરના આશરે 70 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, સાથે સાથે શહેરમાં ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગોને ટર્શરી ટ્રીટેડ પાણી આપવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી ટીમો નિયમિત પીવાના પાણીનાં સપ્લાયમાં કલોરિન સાથેના કે પછી મિનરલ વોટર સપ્લાય કરવું તે દિશામાં અંગે કામ કરી રહી છે. જો મિનરલ વોટર સાથે આગળ વધવું હોય તો અમારે એક વધારાનો પ્લાન્ટ ઊભો કરવો પડશે, પરંતુ જો અમે બીજો પ્લાન્ટ બનાવીશું તો અમે સુમુલ ડેરીને પીવાનું પાણી સીધું જ પૂરું પાડીશું.
સુમુલ ડેરી પાસે સુરત અને તાપી જિલ્લામાં ઘણા કાઉન્ટર્સ અને આઉટલેટ્સ છે જ્યાંથી તાપી બ્રાન્ડનું પાણી વેચી શકાય છે.તેમણે જણાવ્યું હતું કે સુમુલ ડેરી પેકેજિંગમાં કુશળતા ધરાવે છે, જેના માટે અમે તેમની સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. અમે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી આપવું કે કાચની બોટલોમાં પાણી આપવું તે અંગે પણ વિચારણા કરી રહ્યા છીએ.
તાપી બ્રાન્ડનું પાણી હાલની તમામ બ્રાન્ડની સરખામણીએ સસ્તું પડશે તેવો દાવો કરતાં પટેલે જણાવ્યું હતું કે, એસએમસીની 100થી વધુ કચેરીઓ અને આરોગ્ય કેન્દ્રોમાં પાણી પહોંચાડવામાં આવશે. અમે તેને મોટા કેનમાં સપ્લાય કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ.
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, અમે તાપી બ્રાન્ડનું માર્કેટિંગ અને પેકેજિંગ કરીશું. બોટલ પ્લાસ્ટિકની રાખવી કે કાચની તે અંગે ચર્ચા ચાલી રહી છે.પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરી શકાય છે પરંતુ કાચની બોટલમાં પાણીનો સ્વાદ એકદમ અલગ હોય છે.આ અંગે નિર્ણય લેવાયા બાદ અમે કામ શરૂ કરીશું.
No comments:
Post a Comment