આજ 26મી જાન્યુઆરી 2023 ના દિવસે હું મારા બાળપણ ની 26 મી જાન્યુઆરી ને યાદ કરું એટલે મને મારા બાળપણ ના દિવસો યાદ આવી જાય છે. 26મી જાન્યુઆરી એટલે બાળપણ માં ખુબ જ મજા નો દિવસ તે દિવસ ની મહિમાં તો હતી જ પણ સાથે સાથે ખુબ સાંસ્કૃતિક કાર્યક્રમો થતાં. તે સાંકૃતિક કાર્યક્રમો જીવન માંથી ક્યાંક ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. મને યાદ છે કે એક સાથે 10-10 કાર્યક્રમો માં હું ભાગ લેતી તેના ઘણા રમુજી કિસ્સા પણ આજ યાદ આવી રહ્યા છે. 26મી જાન્યુઆરી આવે તેના 20 દિવસ અગાઉ થી જ કેલેન્ડર માં દરોજ જોવાનું કે કેટલા દિવસ બાકી રહ્યા. મે સરકારી પ્રાથમિક શાળામાં માં અભ્યાસ કરેલ છે. ત્યાં આ દિવસ આવે તેના 5 દિવસ અગાઉ થી જ બધી તૈયારી કરવા લાગી જતાં. ચાર વાગે એટલે શાળા ના મેદાન માં ગોઠવાઈ ને રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્ર ગાન ગવડાવી ને તૈયારીઓ કરવાં માં આવતી શાળા ના શિક્ષકો દ્વારા તેનું મહત્વ સમજાવવા માં આવતું ને ખાસ એ બાબત કહેવામાં આવતી કે રાષ્ટ્ર ગાન અને ગીત ચાલતું હોય ત્યારે બિલકુલ હલવું નહિ એ આપડા રાષ્ટ્ર ધ્વજ નું અપમાન કહેવાય. એ સમયે પણ એ વસ્તુ ની મર્યાદા નું અમે પાલન કરતા મને ખાસ યાદ છે .
તે દરેક બાબત આજ હું ખૂબ યાદ કરું છુ. ખાસ મારા સાંસ્કૃતિક કાર્યક્રમો કેમ કે મને તેમાં ખૂબ મજા પડતી. મને આજ પણ યાદ છે મારા એક નૃત્ય માટે મને ટોટલ 5000rs નું પુરસ્કાર મળ્યું તું. જેમ જેમ મોટા થયા તેમ તેમ આ બધું જીવન માંથી ક્યાંક ખોવાઈ ગયું. તે દિવસ ની હરીફાઈ, કાર્યક્રમો, સન્માન, વિવિધ સ્પર્ધાઓ વગેરે હું ખૂબ યાદ કરી રહી છું. બાળપણ ની એ યાદો આજ પણ એવી જ મારી સ્મૃતિ માં રહેલી છે .
No comments:
Post a Comment