Friday, December 23, 2022

Assignment 5.4

નામ         :  અંકિતા વાડોલિયા
નંબર        :  12205201
અભ્યાસ   :  પત્રકારત્વ,  ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ
સત્ર          :  2  
વિષય       :  સમૂહ  પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન 
ટોપીક       : આજ ના માધ્યમ‌‌‌‌‌ જગતમાં ગાંધીજીન પત્રકારત્વની પ્રસ્તુત્તા 


૫.૪  આજ ના માધ્યમ‌‌‌‌‌ જગતમાં ગાંધીજીન પત્રકારત્વની પ્રસ્તુત્તા 

ગાંધીજીને બાળપણથી જ વાંચનનો તો શોખ હતો જ. પરતું હવે તેમને લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે કોમ્યુનિકેશનમાં ગાંધીજી ખુબ જ પાવરધા હતા. પોતાની વાતને લોકોનાં ગળે શીરાની જેમ ઉતરે એ રીતે પીરસતા હતા. તે નિયમિતપણે છાપું વાંચતા હતા અને આ ટેવ તેમણે વિદેશ ગયા પછી પણ જાળવી રાખી. વિદ્યાર્થી કાળથી વાંચન સાથે લખવાની શરૂઆત કરી હતી. એકવીસ વર્ષની ઉમરે એક અગ્રેજી અઠવાડિક “ ધી વેજીટેરીયન”માં શાકાહાર, ખાવાની ટેવો, અને કેટલાક હિંદી તહેવારો અંગેના નવ જેટલા લેખો લખ્યા હતા. ગાંધીજીનાં પત્રકારત્વમાં સનસનાટીવાળા વિષયોને સ્થાન હતું. તેઓ રાષ્ટ્રીય ખામીઓનાં અઠંગ ટીકાકાર હતા. નિસર્ગોપચાર, કોમી એકતા, અસ્પૃશ્યતા, કાંતણ, સ્વદેશી, દારૂબંધી, સત્યાગ્રહ, અહિંસા અને સત્ય ઉપર લેખો સહેજ પણ થાક્યા વગર લખતા.   


 ૪ જુન ૧૯૦૩એ ગાંધીજીએ “ ઇન્ડિયન ઓપીનીયન”નું કામ ઉપાડ્યું. તે વખતે ગાંધીજીની ઉમર ચોત્રીસ વર્ષ હતી. દક્ષીણ આફ્રિકામાં સૌથી પહેલું હિંદી છાપખાનું ચાલું કરવાનો શ્રેય “મદનજીત વ્યાવહારિક” ને જાય છે. પરતું તે છાપું પહેલા જ વર્ષથી ખોટમાં રહ્યું હતું. ગાંધીજીનાં જુના અને જાણીતા મુંબઈનાં પત્રકાર મનસુખલાલ હીરાલાલ નઝરને એડિટર બનાવવામાં આવ્યા. ઇન્ડિયન ઓપીનીયનનાં દરેક સાપ્તાહિકમાં ગાંધીજીનો એક લેખ ચોક્કસ છાપતો જેમાં તે ખોરાક ની ટેવો, મહાન સ્ત્રી-પુરુષનાં ચરિત્રોની લેખમાળા જોવા મળે છે. સાથોસાથ આફ્રિકામાં ચાલી રહેલા લડતની વિગતવાર અહેવાલ પણ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કર્યો હતો. છાપાને સારી રીતે ચલાવવા અને લોકો સુધી સાચી વાત પોહચાડવા માટે પોતાનો જીવ રેડી નાખ્યો હતો. સતત દસ વરસ સુધી ગાંધીજીએ આ કામગીરી કરી.


વિચારોને ફેલાવવા માટેનું પ્રબળ અને અસરકારક માધ્યમ વર્તમાનપત્રો છે એ વાત ગાંધીજી જાણતા હતા. વર્તમાનપત્ર કે પત્રકારત્વ તેમના માટે પેટીયું રડવા માટેનું સાધન ન હતું તે તો માત્ર સત્યની સેવા, લોક કલ્યાણ-કેળવણી તેમજ દેશ ઉપયોગી બની રહે તે માટે જ હતું. ખોટમાં ચાલતા ઇન્ડિયન ઓપીનીયન”નું કામ પોતાના હાથમાં લીધું ત્યારે માત્ર ચારસો નકલો હતી જે ઉગ્ર લડત સમયે ૩૫૦૦ જેટલી નકલો સાથે ૨૦૦૦૦થી વધું વાચક સુધી પહોચ્યું હતું. વિચારોને રજુ કરવા માટે વધુ જગ્યા મળે એ હેતુથી જાહેરાતો લેવાનું પણ બંધ કર્યું હતું. જાહેરાત કઈ લેવી, કઈ નહિ લેવી અને કોમનાં આગેવાનો વચ્ચે ધર્મસંકટમાં ન પડવું એવું ગાંધીજીનું માનવું હતું.

વિચારોને ફેલાવવા માટે વર્તમાનપત્રો ઘણું અસરકારક માધ્યમ હોવાનું ગાંધીજી જાણતા હતા. તેઓ એક સફળ પત્રકાર હતા. પત્રકાર રૂપે તેમનું લક્ષ્ય સેવાનું હતું. દસ વર્ષ સુધી ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. જે સમયે તેમણે આ અખબાર હાથમાં લીધું, ત્યારે તે ખોટમાં ચાલતું હતું. ગાંધીજીએ ખોટ સરભર કરવા અથવા પોતાનાં સાપ્તાહિકોને આર્થિક દૃષ્ટિએ સંપન્ન બનાવવા ક્યારેય જાહેરાતનો આશરો લીધો ન હતો. તેમના સંચાલન હેઠળનાં સાપ્તાહિકોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં ન આવતી. એ ગાંધીજીના પત્રકારત્વનું સૌથી પ્રબળ પાસું હતું

તેઓ કહેતા, ‘સ્વાર્થી હેતુઓ માટે અથવા જીવનનિર્વાહ માટે પત્રકારત્વનો દુરુપયોગ કદાપિ થવો ન જોઈએ. તંત્રીઓએ કે છાપાંએ ગમે તે થાય તોપણ પરિણામોની પરવા કર્યા સિવાય, દેશહિત માટે પોતાના વિચારોને રજૂ કરવા જોઈએ.’ અખબારોમાં જાહેરખબર અંગે એવું સૂચન હતું કે દરેક પ્રાંતમાં જાહેરાત આપનાર એક જ સામયિક હોવું જોઈએ અને તેમાં લોકોને ઉપયોગી એવી વસ્તુઓનું વર્ણન સારી ભાષામાં આપવું જોઈએ

No comments:

Post a Comment

NSS CAMP

🔴 ચોથો દિવસ    ➡️તારીખ: 23 /4/ 2023 રવિવારના રોજ એનએસએસ શિબિરનું ચોથો દિવસ હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રભાત ફેરી કરી હતી એ પછી સફાઈ કરી હતી...