Friday, December 23, 2022

Assignment 5.3

નામ         :  અંકિતા વાડોલિયા
નંબર        :  12205201
અભ્યાસ   :  પત્રકારત્વ,  ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ
સત્ર          :  2  
વિષય       :  સમૂહ માધ્યમોનો વિકાસ 
ટોપીક       : ભારતમાં પ્રવર્તમાન  સમાચાર ચેનલો 


5.૩ ભારતમાં પ્રવર્તમાન  સમાચાર ચેનલો 

હિંન્દી સમાચાર ચેનલ 

1 આજ તક 

ટીવી ટુડે નેટવર્ક ની માલીકી ની ભરતીય હિન્દી ભાષા ની ન્યુઝ ચેનલ છે. જે નવી દિલ્હી સ્થિત મીડિયા સમુહ લિવિંગ મીડિયા ગ્રુપ ( ઈન્ડિયા ટુડે ગ્રુપ) નો ભગ છે. 

દેશ : ભારત 

પ્રસારણ વિસ્તાર ભારત અને આંતરરાષ્ટ્રીય 

2 એબીપી ન્યુઝ

એબીપી ન્યુઝ એ એબીપી ગ્રુપ્ની માલિકી ની ભારતીય સમાચાર ચેનલ છે. આ ચેનલ અગાઉ સ્ટાર ન્યુઝ તરીકે જાણીતી હતી જે સ્ટાર ટીવી ની મલિકી ની છે અને અવિક સરકાર એબીપી ગ્રુપ ના મલિક છે. 

પ્રસારણ વિસ્તાર : ભારત અને વિશ્વ 

મુખ્યાલય : નોઇડા ભારત 

3 આર્યન ટીવી

આર્યન ટીવી એ હિન્દી ભાષા ની 24/7 નુય્ઝ ટેલિવિઝન ચેનલ છે, જેની મલિકી આર્યન ફિલ્મ્સ લિમિટેડ છે. આર્યન ટીવી ઇન્ટેરનેશનલ ચેનલ એ બિહાર અને ઝારખંડ માટે પ્રાદેશિક ટીવી ચેનલ છે. ચેનલ ડીડી ફ્રી ડીશ ડીટીએચ પર સ્લોટ નંબર 614 અને 103 ચેનલ નંબર પર પણ ઉપલબ્ધ છે.

પ્રસારણ વિસ્તાર : ભારત 

મુખ્યાલય : પટના, બિહર, ભારત  

4 ડીડી ન્યુઝ 

ડીડી  ન્યુઝ એ દુરદર્શનની એક ભારતીય ન્યુઝ ચેનલ છે, તે ભારત ની માત્ર 24 કલાક ની ટેરેસ્ટ્રીયલ ન્યુઝ ચેનલ છે જેનુ પ્રસારણ ફક્ત હિન્દીમાં અને અગૌ અંગ્રેજી મા થતુ હતુ. 

પ્રસારણ વિસ્તાર : એશિયા , યુરોપ

મુખ્યાલય : નવી દિલ્હી , દિલ્હી , ભારત

5 ઈન્ડિયા ટીવી 

ઈન્ડિયા ટીવી એ નોઈડા , ઉત્તર પ્રદેશ , ભારત મા સ્થિત એક હિન્દી સમાચાર ચેનલ છે. આ ચેનલ 20 મે 2004ના રોજ રજત શર્મા અને પત્ની રિતુ ધવન દ્વારા શરુ કરવામા આવી હતી.

પ્રસારણ વિસ્તાર : ભારત 

મુખ્યાલય : B‌‌‌‌- 30 , સેક્ટર 85, નોઇડા , ઉત્તર પ્રદેશ , ભારત 


પ્રાદેશિક હિંન્દી સમચાર ચેનલ 

1 એબીપી ગંગા

એબીપી ગંગા એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે 24 કલાક ની ભારતીય પ્રાદેશિક હિન્દી ચેનલ છે.

નેટવર્ક  : એબીપી ગ્રુપ 

મુખ્યાલય : ઉત્તર પ્રદેશ , ભારત   

2 પ્રથમ ભારત સમાચાર રાજશ્થાન 

3 ન્યુઝ 18 બિહાર , હરિયણા

4 ન્યુઝ 18 મધ્યપ્રદેશ છત્તીશગઢ 

5 ઝી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ 

અંગ્રેજી સમાચાર ચેનલ 

1 ઇન્ડિયા ટુડે 

ઈન્ડિયા ટુડે નોઈડા , ઉત્તર પ્રદેશ સ્થિત 24 કલાક નુ અંગ્રેજી ભાષા નુ ટેલિવિઝન નેટવર્ક છે જે ભારત મા સમાચાર વર્તમાન બાબતો અને વ્યવસાયિક પ્રોગ્રામિંગ નુ વહન કરે છે. 

પ્રસારણ વિસ્તાર :  ભારત 

મુખ્યાલય : નોઇડા , ઉત્તર પ્રદેશ , ભારત  

2 NDTV 24/7 

નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ એ એક ભારતી સમાચાર મીડિયા કંપની છે જે પ્રસારણ અને ડિજિટલ સમાચર પ્રકાશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની ને લેગસી બ્રાન્ડ તરીકે ગણવામા આવે છે જેણે ભારતમા સ્વતંંત્ર સમાચાર પ્રસારણ ની પહેલ કરી હતી અને તેને પ્રથમ 24/7 સમાચાર ચેનલ અને દેશમાં પ્રથમ જીવનશૈલી ચેનલ શરુ કરવા માટે શ્રેય આપવામા આવે છે. 

મુખ્યાલય : નવી દિલ્હી 

3 સીએનએન 

એ એક બહુરષ્ટ્રીય કેબલ ન્યુઝ ચેનલ છે જેનુ મુખ્ય મથક એટલાન્ટા , જ્યોજ્રિયા યુએસ 1980 મા અમેરિકન મીડિયા પ્રોપ્રાઈટર રેડ ટર્નર અને રીસ શોનફેલ્ડ દ્વારા 24 કલાક ની કેબલ ન્યુઝ ચેનલ તરીકે સ્થપવામા આવ્યુ હતુ.

પ્રસારણ વિસ્તાર : વિશ્વવ્યાપી 

 મુખ્યાલય : 30303 1           સેન્ટર , એટલાન્ટા , જ્યોજ્રિયા 

4 ટાઇમ્સ નાઉ 

ટાઈમ્સ નાઉ  એવિઝન એક અંગ્રેજી સમાચાર ચેનલ છે. જે ટાઇમ્સ ગ્રુપ દ્વારા સંચાલીત છે. આ ચેનલ જન્યુઆરી 2006 ના રોજ રોઇટર્સ સાથે ભાગીદારીમા શરુ થઇ હતી.

પ્રસારણ વિસ્તાર : વિશ્વવ્યાપી 


5 રિપબ્લિક ટીવી 

રિપબ્લિક ટીવી એ ફ્રી ટુ એર ભારતીય જમણેરી અંગ્રેજી ભાષની ન્યુઝ ચેનલ છે જે મે 2017મા શરુ કરવામા આવી હતી. તેની સ્થાપના અર્નબ ગોસ્વામી અને રાજીવ ચંદ્રશેખર દ્વારા સહ સ્થપિત કરવામા આવી હતી.

પ્રસારણ વિસ્તાર વિશ્વવ્યાપી 

આસામી સમાચાર ચેનલ 

1 આસામ ટોક્સ 

પ્રસારણ વિસ્તાર : ભારત 

મુખ્યાલય : ગુવાહાટી , આસામ 

2 સમાચાર લાઈવ 

3 સમાચાર રાષ્ટ્ર આસામ

પ્રસારણ વિસ્તાર : ભારત અને વિશ્વવ્યાપી 

મુખ્યાલય : ગુવાહાટી , આસામ  

4 પ્રાગ સમાચાર 

પ્રસારણ વિસ્તાર : ભારત અને વિશ્વવ્યાપી 

મુખ્યાલય : ગુવાહાટી , આસામ  

5 પ્રતિદિન સમય 

પ્રસારણ વિસ્તાર : ભારત  

મુખ્યાલય : ગુવાહાટી , આસામ  

બંગાળી સમાચાર ચેનલ 

1 એબીપી આનંદ 

મુખ્યાલય : કોલકાતા, પશ્વિમ બંગાળ 

ભાષા : બંગાળી

2 કલકત્તા સમાચાર 

પ્રસારણ વિસ્તાર : ભારત 

મુખ્યાલય : 89, મધુસુદન બેનર્જી આરડી, ખલિશા કોટ, બિરાટી , કોલકતા, પશ્વિમ બંગાળ 700051

3 ચેનલ 10 

મુખ્યાલય : કોલકાતા, પશ્વિમ બંગાળ 

4 કોલકાતા ટીવી 

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : કોલકાતા, પશ્વિમ બંગાળ 

5 TV9 બાંગલા

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : કોલકાતા, પશ્વિમ બંગાળ 

ભોજપુરી ન્યુઝ ચેનલ 

1 ભારત સમાચાર બીહાર ઝારખંડ 

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : પટના , બિહાર , ભારત 

2 ન્યુઝ 18 બીહાર ઝારખંડ 

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : પટના , બિહાર , ભારત 

ગુજરાતી સમાચાર ચેનલ 

1 એબીપી અસ્મિતા

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : અમદાવાદ , ગુજરાત 

2 ગુજરાત સમાચાર 

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : અમદાવાદ , ગુજરાત 

3 ન્યુઝ 18 ગુજરાતી 

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : અમદાવાદ , ગુજરાત 

4 સંદેશ સમાચાર 

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : અમદાવાદ , ગુજરાત 

5 TV9 ગુજરાતી 

પ્રસારણ વિસ્તાર : ભારત

મુખ્યાલય : અમદાવાદ , ગુજરાત 

કન્નડ સમાચાર ચેનલ 

1 જનાશ્રી સમાચાર 

2 કસ્તુરી ન્યુઝ 24 

3 ન્યુઝ 18 કન્નડ 

4 રાજ સમાચાર કન્નડ 

5 TV9 કન્નડ 

મલયાલમ સમાચાર ચેનલ 

1 જયહિન્દ ટીવી 

2 જનમ ટીવી 

3 કૌમુદી ટીવી 

4 મંગલમ ટીવી 

5 મનોરમા સમાચાર 

મરાઠી સમાચાર ચેનલ 

1 એબીપી માઝા

2 જય મહારાષ્ટ્રા 

3 સામ ટીવી 

4 TV9 મરાઠી 

5 ઝી 24 તાસ 

ઓડિશા સમાચાર ચેનલ 

1 કલિંગ ટીવી 

2 કામ્યાબ ટીવી 

3 કનક ટીવી 

4 નંદીઘોષા ટીવી 

5 ન્યુઝ 18 ઓડિશા 

પંજાબી સમાચાર ચેનલ 

1 એબીપી સાંજા 

2 બીબીસી સમાચાર પંજાબી 

3 ન્યુઝ 18 પંજાબ હરિયાણા હિમાચલ 

4 પીટીસી સમાચાર 

5 ઝી પંજાબ હરિયાણા હિમાચલ 

તમિલ સમાચાર ચેનલ 

1 એબીપી નાડુ 

2 કેપ્ટન સમાચાર 

3 જયા પ્લસ 

4 લોટસ સમાચાર 

5 ન્યુઝ 18 તમિલનાડુ 

તેલુગુ સમાચાર ચેનલ 

1 10 ટીવી 

2 99 ટીવી 

3 એબીએન આંધ્ર જ્યોતિ 

4 ETV2 

5 ETV  આંધ્ર પ્રદેશ 

ઉર્દુ સમાચાર ચેનલ 

1 આલમી સમય 

2 ન્યુઝ18 ઉર્દુ 

3 ઝી સલામ 

સંદર્ભ સૂચી : google.com , wikipedia.com  

Assignment 5.4

નામ         :  અંકિતા વાડોલિયા
નંબર        :  12205201
અભ્યાસ   :  પત્રકારત્વ,  ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ
સત્ર          :  2  
વિષય       :  સમૂહ  પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન 
ટોપીક       : આજ ના માધ્યમ‌‌‌‌‌ જગતમાં ગાંધીજીન પત્રકારત્વની પ્રસ્તુત્તા 


૫.૪  આજ ના માધ્યમ‌‌‌‌‌ જગતમાં ગાંધીજીન પત્રકારત્વની પ્રસ્તુત્તા 

ગાંધીજીને બાળપણથી જ વાંચનનો તો શોખ હતો જ. પરતું હવે તેમને લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે કોમ્યુનિકેશનમાં ગાંધીજી ખુબ જ પાવરધા હતા. પોતાની વાતને લોકોનાં ગળે શીરાની જેમ ઉતરે એ રીતે પીરસતા હતા. તે નિયમિતપણે છાપું વાંચતા હતા અને આ ટેવ તેમણે વિદેશ ગયા પછી પણ જાળવી રાખી. વિદ્યાર્થી કાળથી વાંચન સાથે લખવાની શરૂઆત કરી હતી. એકવીસ વર્ષની ઉમરે એક અગ્રેજી અઠવાડિક “ ધી વેજીટેરીયન”માં શાકાહાર, ખાવાની ટેવો, અને કેટલાક હિંદી તહેવારો અંગેના નવ જેટલા લેખો લખ્યા હતા. ગાંધીજીનાં પત્રકારત્વમાં સનસનાટીવાળા વિષયોને સ્થાન હતું. તેઓ રાષ્ટ્રીય ખામીઓનાં અઠંગ ટીકાકાર હતા. નિસર્ગોપચાર, કોમી એકતા, અસ્પૃશ્યતા, કાંતણ, સ્વદેશી, દારૂબંધી, સત્યાગ્રહ, અહિંસા અને સત્ય ઉપર લેખો સહેજ પણ થાક્યા વગર લખતા.   


 ૪ જુન ૧૯૦૩એ ગાંધીજીએ “ ઇન્ડિયન ઓપીનીયન”નું કામ ઉપાડ્યું. તે વખતે ગાંધીજીની ઉમર ચોત્રીસ વર્ષ હતી. દક્ષીણ આફ્રિકામાં સૌથી પહેલું હિંદી છાપખાનું ચાલું કરવાનો શ્રેય “મદનજીત વ્યાવહારિક” ને જાય છે. પરતું તે છાપું પહેલા જ વર્ષથી ખોટમાં રહ્યું હતું. ગાંધીજીનાં જુના અને જાણીતા મુંબઈનાં પત્રકાર મનસુખલાલ હીરાલાલ નઝરને એડિટર બનાવવામાં આવ્યા. ઇન્ડિયન ઓપીનીયનનાં દરેક સાપ્તાહિકમાં ગાંધીજીનો એક લેખ ચોક્કસ છાપતો જેમાં તે ખોરાક ની ટેવો, મહાન સ્ત્રી-પુરુષનાં ચરિત્રોની લેખમાળા જોવા મળે છે. સાથોસાથ આફ્રિકામાં ચાલી રહેલા લડતની વિગતવાર અહેવાલ પણ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કર્યો હતો. છાપાને સારી રીતે ચલાવવા અને લોકો સુધી સાચી વાત પોહચાડવા માટે પોતાનો જીવ રેડી નાખ્યો હતો. સતત દસ વરસ સુધી ગાંધીજીએ આ કામગીરી કરી.


વિચારોને ફેલાવવા માટેનું પ્રબળ અને અસરકારક માધ્યમ વર્તમાનપત્રો છે એ વાત ગાંધીજી જાણતા હતા. વર્તમાનપત્ર કે પત્રકારત્વ તેમના માટે પેટીયું રડવા માટેનું સાધન ન હતું તે તો માત્ર સત્યની સેવા, લોક કલ્યાણ-કેળવણી તેમજ દેશ ઉપયોગી બની રહે તે માટે જ હતું. ખોટમાં ચાલતા ઇન્ડિયન ઓપીનીયન”નું કામ પોતાના હાથમાં લીધું ત્યારે માત્ર ચારસો નકલો હતી જે ઉગ્ર લડત સમયે ૩૫૦૦ જેટલી નકલો સાથે ૨૦૦૦૦થી વધું વાચક સુધી પહોચ્યું હતું. વિચારોને રજુ કરવા માટે વધુ જગ્યા મળે એ હેતુથી જાહેરાતો લેવાનું પણ બંધ કર્યું હતું. જાહેરાત કઈ લેવી, કઈ નહિ લેવી અને કોમનાં આગેવાનો વચ્ચે ધર્મસંકટમાં ન પડવું એવું ગાંધીજીનું માનવું હતું.

વિચારોને ફેલાવવા માટે વર્તમાનપત્રો ઘણું અસરકારક માધ્યમ હોવાનું ગાંધીજી જાણતા હતા. તેઓ એક સફળ પત્રકાર હતા. પત્રકાર રૂપે તેમનું લક્ષ્ય સેવાનું હતું. દસ વર્ષ સુધી ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. જે સમયે તેમણે આ અખબાર હાથમાં લીધું, ત્યારે તે ખોટમાં ચાલતું હતું. ગાંધીજીએ ખોટ સરભર કરવા અથવા પોતાનાં સાપ્તાહિકોને આર્થિક દૃષ્ટિએ સંપન્ન બનાવવા ક્યારેય જાહેરાતનો આશરો લીધો ન હતો. તેમના સંચાલન હેઠળનાં સાપ્તાહિકોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં ન આવતી. એ ગાંધીજીના પત્રકારત્વનું સૌથી પ્રબળ પાસું હતું

તેઓ કહેતા, ‘સ્વાર્થી હેતુઓ માટે અથવા જીવનનિર્વાહ માટે પત્રકારત્વનો દુરુપયોગ કદાપિ થવો ન જોઈએ. તંત્રીઓએ કે છાપાંએ ગમે તે થાય તોપણ પરિણામોની પરવા કર્યા સિવાય, દેશહિત માટે પોતાના વિચારોને રજૂ કરવા જોઈએ.’ અખબારોમાં જાહેરખબર અંગે એવું સૂચન હતું કે દરેક પ્રાંતમાં જાહેરાત આપનાર એક જ સામયિક હોવું જોઈએ અને તેમાં લોકોને ઉપયોગી એવી વસ્તુઓનું વર્ણન સારી ભાષામાં આપવું જોઈએ

Wednesday, December 14, 2022

જય વસાવડા નું વ્યાખ્યાન. ગૂજરાત વિદ્યાપીઠ


તા/૧૪/૧૨/૨૦૨૨ ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ માં લોક પ્રિય વક્તા જય વસાવડા દ્વારા  ખૂબ જ સુંદર  વ્યાખ્યાન આપવા માં આવ્યું. તેમને સાંભળી ને મળી ને ખુબ જ આનંદ થયો.
      Photobyashwiniyatblog.com 📸

NSS CAMP

🔴 ચોથો દિવસ    ➡️તારીખ: 23 /4/ 2023 રવિવારના રોજ એનએસએસ શિબિરનું ચોથો દિવસ હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રભાત ફેરી કરી હતી એ પછી સફાઈ કરી હતી...