Thursday, February 2, 2023

મારો તો આમાં કય વાંક કેવાય જ નહિ 😶

કોઈ પણ ઘટના બને એટલે આ વાક્ય તમે બધા ના મોઢે સાંભળ્યું જ હસે કે મારો તો આમાં કંઈ વાંક જ નથી. વાત અહી રખડતા ઢોર અંગે ની કરું છું. એ બોલી નથી સકતા નહિતર એ પણ એવું કહેતા કે મારો તો આમાં કંઈ વાંક જ નથી. ઢોર રખડતા થયા એમાં વાંક કોનો ને ભોગવે છે કોણ આજ એક કરૃણ ઘટના જોઈ રખડતા ઢોર ને પકડનાર ટુકડી એક ગાય ને પકડી રહી હતી. એ ગાય ને પણ કદાચ ખબર હસે કે તેને ત્યાં નહી ફાવે. એટલે તે પણ  ન ચડવાના હઠે ચડી પરંતુ આ ઘટના ખુબ જ કરૃણ અને કંપાવનારી હતી.એક ગાય ને તેનું મો બાંધી ને ગાડી માં ચડાવતા હતા. ગાય ને ચડવા તૈયાર ન હતી કેમ કે સ્વતંત્રા કોને ન ગમે ? ગાય એ તેના આગળ ના બંને પગ વાળી દીધા ને પાછળ થી ઢોર મારવા છતાં ચડતી નતી.અંતે ગાય એ કેદ માં ન આવતા ભાગી ગઈ. આમાં વાંક કોનો ગાય ના માલિક ને કહિશું તો તેઓ કહેશે આમાં મારો વાંક નથી હવે ગાય ને અમારે ચરો ક્યા પૂરો પડવો અને ગાય બાંધવી ક્યા? ગૌચર માટે ની જગ્યા જ ક્યાંય નથી રહી. સરકાર ને અન્ય લોકો વાંક ઢોર ના માલિક નો કાઢસે. ગાય નું દૂધ,ધી,છાસ બધા ને ભાવે છે તેમાં સામાન્ય ને ઉચ્ચ બંને ક‌‌ક્ષા ના લોકો આવી જાય છે. પરંતુ તેને સાચવી કોઈ ને નથી કે જવાબદારી કોઈ ને લેવી નથી. આમાં મૂંગા ઢોર નો સું વાંક? તેમને ઢોર માર મારવામા આવે છે. તે કોઈ ઉપાય નથી લાગતો. ગામડા માં ઢોર ચારવા માટે ની જગ્યા મળી જાય છે તેને બાંધવા માટે જગ્યા મળી જાય છે. વિકસતા ભારત ના શહેર માં ઢોર ની આ જગ્યા ખોવાતી જાય છે. માટે તેમણે રખડવું પડે છે. કે હવે કોઈ ને ઢોર સચવા નથી ગમતા એટલે આવું બને છે. તેનો ઉત્તર મેળવવો ઘણો અઘરો લાગે છે. પરંતુ ઢોર ની સાથે આવો વ્યવહાર કરવા થી કોઈ ઉપાય આવશે તેવું નથી લાગતું. ઉલટાનું આમ માર મારવા થી ઢોર આક્રોશ માં આવી ને કોઈ અકસ્માત કરી બેસે તેની સંભાવના વધુ છે .

NSS CAMP

🔴 ચોથો દિવસ    ➡️તારીખ: 23 /4/ 2023 રવિવારના રોજ એનએસએસ શિબિરનું ચોથો દિવસ હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રભાત ફેરી કરી હતી એ પછી સફાઈ કરી હતી...